Vibrant Gujarat 2024 Mukesh Ambani Statement

Spread the love

Vibrant Gujarat 2024 :વાઇબ્રન્ટ સમિટમાં અંબાણીએ કહ્યું ગુજરાતી હોવાનું મને અભિમાન; PM મોદી ભારતના સૌથી સફળ પ્રધાનમંત્રી

Vibrant Gujarat 2024 Mukesh Ambani Statement: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યું, રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે જેથી જેમાંથી એક તૃતિયાંશ ગુજરાતમાં જ રોકાણ કર્યું

મારા પિતાએ કહ્યું હતું કે ગુજરાત તારી માતૃભૂમિ છે: મુકેશ અંબાણી
રિલાયન્સ ગુજરાતી કંપની છે અને ગુજરાતી કંપની જ રહેશે: મુકેશ અંબાણી
સાત કરોડ ગુજરાતીઓના સપના પૂર્ણ કરવા કામ કરી રહ્યા છીએ: મુકેશ અંબાણી

At the Vibrant Summit, Ambani said I am proud to be a Gujarati

Vibrant Gujarat 2024

Vibrant Gujarat 2024 : વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કરતી વખતે મુકેશ અંબાણીએ કહ્યું કે, મને ગુજરાતી હોવાનો ગર્વ છે. આ સાથે તેમણે કહ્યું કે, વિદેશીઓ નવા ભારત અંગે વિચારી રહ્યા છે અને અમે નવા ગુજરાત અંગે વિચારી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ પ્રધાનમંત્રી છે. આ સાથે તેમણે કહ્યું કે, રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે જેથી જેમાંથી એક તૃતિયાંશ ગુજરાતમાં જ રોકાણ કર્યું છે.

રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કહ્યું કે, મારા પિતાએ કહ્યું હતું કે, ગુજરાત તારી માતૃભૂમિ છે. રિલાયન્સ ગુજરાતી કંપની છે અને ગુજરાતી કંપની જ રહેશે અને સાત કરોડ ગુજરાતીઓના સપના પૂર્ણ કરવા કામ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, જામનગરમાં રિન્યૂએબલ એનર્જી માટે ધીરુભાઈ અંબાણી પાર્ક સ્થપાશે. અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનશે અને 2047માં ભારત 35 બિલિયન ડોલરની ઈકોનોમી બનશે. આ સાથે કહ્યું કે, ગુજરાત 3 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનશે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનુ સંબોધન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે, PM મોદીના વિઝનને કારણે આ શક્ય છે. મને દરેક સમિટમાં ભાગ લેવાનો મોકો મળ્યો તો મને ગુજરાતી હોવાનું અભિમાન છે. આ સાથે તેમણે કહ્યું કે, વિદેશીઓ નવા ભારત અંગે વિચારી રહ્યા છે અને અમે નવા ગુજરાત અંગે વિચારી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, વિદેશના મારા મિત્રો પૂછે છે કે, મોદી હૈ તો મુમકીન હૈનો મતલબ શું? એનો મતલબ મોદી અશક્યને શક્ય બનાવે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી કહે છે, હું ગેટવે ઓફ ઈન્ડિયાના શહેરમાંથી આધુનિક ભારતના વિકાસના પ્રવેશદ્વાર ગુજરાતમાં આવ્યો છું. જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે, ત્યારે તેઓ નવા ગુજરાત વિશે વિચારે છે. આ પરિવર્તન કેવી રીતે થયું? એક નેતાને કારણે જે આપણા સમયના મહાન વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે પીએમ મોદી. આ સાથે તેમણે કહ્યું કે, રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે. રિલાયન્સે છેલ્લા 10 વર્ષોમાં સમગ્ર ભારતમાં વિશ્વ સ્તરની અસ્કયામતો અને ક્ષમતાઓ બનાવવા માટે 150 બિલિયન ડોલર – રૂ. 12 લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેમાંથી 1/3 કરતાં વધુનું રોકાણ એકલા ગુજરાતમાં થયું છે.

આ સાથે મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ આગામી 10 વર્ષમાં રોકાણ કરશે. રિન્યૂએબલ એનર્જી માટે ધીરુભાઈ અંબાણી પાર્ક જામનગરમાં સ્થાપી રહ્યા છીએ. આ સાથે ઉમેર્યું કે, ગ્રીન પ્રોજક્ટમાં ગુજરાત લીડર બનશે અને 2024માં પ્રોડક્શન શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે, ગુજરાત સંપૂર્ણ રીતે 5G એનેબલ થયું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે. અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનશે અને 2047માં 35 બિલિયન ડૉલરની ઈકોનોમી ધરાવતો દેશ બનશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, ગુજરાત ત્રણ ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનશે.

link 1

link 2


Spread the love

Related Posts

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *