Valentine Day 2024 :વેલેન્ટાઈન્સ ડેને લઈને અમે આપને સુરતના એવા વિસ્તારની વાત કરીશું જ્યાં એક જ જ્ઞાતિના લોકો એક જ શેરીમાં વસવાટ કરે છે અને છોકરાઓ પણ શેરીના કોઈ એક જ ઘરમાંથી પોતાના જીવનસાથીની પસંદગી કરે છે.
Valentine Day 2024 :સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીમાં મોટાભાગના કાછિયા સમાજના લોકો વસવાટ કરે છે. એક સમાજથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે અને તે જ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજમાં વિશ્વાસ રાખે છે. આપને જણાવી દઈએ કે સુરતની આ કાછિયા શેરી પ્રેમ ગલી તરીકે પણ ઓળખાય છે.
Valentine Day 2024 :શેરીમાં 70 થી 80 જેટલા એવા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા
અહીં આવેલી કાછીયા શેરીમાં 1800 થી વધુ કાછીયા સમાજના લોકો બાપ-દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે અહીં પેઢીથી પેઢી લોકો પ્રેમ લગ્ન કરતા આવ્યા છે. જ્યાં આજે પણ આ શેરીમાં 70 થી 80 જેટલા એવા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે જેમની અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા છે. ત્યારથી માંડી આજ દિન સુધી અહીં લોકો પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે.
માટે જ અમે અહીંયા લગ્ન કરવાનું વધારે પસંદ કરીએ છીએ
આ બાબતે વિશાખા ધાનાવાલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં અમારા કાસ્ટના બધા લોકો રહે છે. અને નાનપણથી જ્યાં મોટા થયા ત્યાં જ અમે લગ્ન કરવાનું ઈચ્છીએ છીએ. દરેક છોકરીના મગજમાં એવો વિચાર હોય કે એ એના માતા-પિતાને પણ લગ્ન પછી સાચવી શકે. માટે જ અમે અહીંયા લગ્ન કરવાનું વધારે પસંદ કરીએ છીએ. અને મારા લવ કમ એરેન્જ મેરેજ થયા છે. મારા સાસરાથી મારૂ પિયર પાછળ જ છે. મારા સાસરાનો ગેટ ખોલીએ તો મારૂ પિયર દેખાય છે. અને પિયરનો પાછળનો ગેટ ખોલીએ તો મારૂ સાસરૂ દેખાય છે.
અમારા ઘરના વડીલોને પૂછીએ છીએ તો અમને કરી આપે છે
આ બાબતે કૌશિકા અનિલ પટેલે કહ્યું હતું કે, 90 ટકા વ્યક્તિ અમારી જ્ઞાતિના જ ઘર છે. અંદર અંદર એક એક વ્યક્તિને પરિચય ખબર હોય છે. અમારે આમને સામને પ્રેમ થઈ જાય છે. ત્યારે અમારા ઘરના વડીલોને પૂછીએ છીએ તો અમને કરી આપે છે. અમને બંનેને સામ સામી પ્રેમ થઈ ગયો હતો. મારા પતિ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. તે બાદ અમને કરી આપ્યું હતું. જે બાદ મારા સાસરીવાળા માની ગયા હતા. જે બાદ અમને ધામધૂમથી લગ્ન કરી આપ્યા હતા. મારૂ ઘર માત્ર દસ પગલા દૂર છે. ત્યારે 50 કપલે આ રીતે લગ્ન કર્યા છે. બધા સારી રીતે જ રહીએ છીએ.