Vadtal Accident :વડતાલ સ્થિત ગોમતી તળાવમાં ડૂબી જતા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે
Vadtal Accident :ખેડામાં ધુળેટીના તહેવારમાં જ કરુણ દુર્ઘટના સર્જાઈ છે. વડતાલ સ્થિત ગોમતી તળાવમાં ડૂબી જતા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. જી હા, તહેવારના દિવસે ગોમતી તળાવમાં 3 વિદ્યાર્થીઓના ડૂબી જતા મોત થયા છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ડૂબેલા વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ, આજે ધુળેટીના પર્વએ 12 વિદ્યાર્થીઓના ગૃપ સાથે આવેલા 5 વિદ્યાર્થીઓ વડતાલના ગોમતી તળાવમાં ડૂબ્યા હતા. તળાવમાં નાહવા માટે પડેલા આ વિદ્યાર્થીઓનો પગ લપસતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ત્યારે જ 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા, જોકે 2 વિદ્યાર્થીઓને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 3નાં મોત નિપજ્યા હતા.
વિગત મુજબ, તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમ.વી પટેલ કોલેજના હતા. તળાવમાંથી નડિયાદ ફાયર વિભાગની ટીમે ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમને પોસ્ટમોર્ટમ માટે કરમસદની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.