Vadodara Crime News :તુષાર આરોઠે અને ઋષિ આરોઠે દ્વારા છેતરપિંડી કેસમાં હવે નવો ખુલાસો થયો છે, ત્યારે આ બંને પિતા-પુત્રના વધુ એક કારસ્તાનનો SOGએ ખુલાસો કર્યો છે
Vadodara Crime News :તુષાર આરોઠે અને ઋષિ આરોઠે દ્વારા છેતરપિંડી કેસમાં હવે નવો ખુલાસો થયો છે. ત્યારે આ બંને પિતા-પુત્રના વધુ એક કારસ્તાનનો SOGએ ખુલાસો કર્યો છે. ઋષિ આરોઠે કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા પચાવી પાડ્યા છે. આંગડિયામાં જયપુરથી નાશિક મોકલાયેલા રૂપિયા તુષાર આરોઠે ઉપાડી લીધા હતા. 10 રૂપિયાની નોટનો નંબર બતાવી તુષાર આરોઠેએ 1.39 કરોડની કરી છેતરપિંડી કરી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરેથી કરોડો રૂપિયા મળી આવવાના મામલે નવા ઘટસ્ફોટ થયા છે. SOG પોલીસની આ તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા છે. પૂર્વ રણજી ક્રિકેટર રિશી આરોઠેએ રાજસ્થાનના કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા પચાવી પડ્યા છે. આંગડિયાએ જયપુરથી નાશિક મોકલાવેલા 1.39 કરોડ તુષાર આરોઠેએ 10 રૂપિયાની નોટનો નંબર બતાવી વડોદરાથી ઉપાડી લીધા હતા. સાળંગપુર હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓએ SOGનો સંપર્ક કરતાં રહસ્ય ખુલ્યું છે.
વડોદરા પોલીસે તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા તેમના ઘરેથી 1 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કર્યા બાદ તેમની સામે ગુનો નોંધ્યો હતો.SOG પોલીસે જણાવ્યું હતું કે, રોકડ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે અરોઠે કોઇ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતા. રોકડની બેગ અરોઠેના પુત્ર ઋષિના એપાર્ટમેન્ટમાં મળી આવી છે, જે અગાઉ ક્રિકેટ સટ્ટાબાજી અને છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો છે.