Vadodara News :વડોદરાના મકરપુરા વિસ્તારમાં નશામાં ધૂત થઇ ચાલકે કાર ચલાવતા અનેક વાહન ચાલકો અડફેટમાં લીધા હતા
Vadodara News :વડોદરાના મકરપુરા વિસ્તારમાં નશામાં ધૂત થઇ ચાલકે કાર ચલાવતા અનેક વાહન ચાલકો અડફેટમાં લીધા હતા. જેમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. લોકોએ કાર ચાલકનો પીછો કરીને ઝપડી પાડ્યો હતો અને મેથીપાક ચખાડ્યા બાદ મકરપુરા પોલીસને સુપ્રત કરાયો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના મકરપુરા વિસ્તારમાં એક નશામાં ધૂત ચાલકે શુક્રવારે રાત્રીના સમયે પુરઝડપે કાર ચલાવીને અનેક અન્ય વાહનોને અડફેટમાં લીધા હતા. ચાલક એટલી હદ દારૂનો નશો કરેલો હતો કે તેનાથી સ્ટીયરિંગ પર કાબૂ રહ્યો ન હતો અને પોતાના કાર રોંગ સાઇડ પર ફુલ સ્પીડમાં દોડાવી હતી. જેના કારણે અન્ય વાહનચાલકો અડફેટેમાં આવી જતા ઘણા લોને ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે રાહદારીઓ સહિતના લોકોએ કાર ચાલકોને પીછો કરીને કરીને તેને પકડ્યો હતો અને સારોએ એવો મેથીપાક ચખાડીને મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા માણેજા ક્રોસિંગ પાસે મોઇનપાર્ક રહેતા વૈશ મહમદ સફીક પઠાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નશાધૂત કાર ચાલકના વીડિયો પણ સોશિયલ માડિયા પર વાઇરલ થયો હતો.