Vadodara News :હવે તો હદ થઈ ગઈ…..! DJના સ્પીકરમાં છુપાવ્યો દારૂ | Breaking News 1

Spread the love

Vadodara News :ફતેગંજ વિસ્તારમાં DJના સ્પીકરમાં છૂપાવેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે

Vadodara News :વડોદરામાં દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ફતેગંજ વિસ્તારમાં DJના સ્પીકરમાં છૂપાવેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. બુટલેગર અને તેના સાગરિતો સામે ગુનો નોધી રૂ.6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરામાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસ સતર્ક બની છે. પોલીસ દ્વારા જેમ જેમ દારૂબંધીનો કાયદો કડક કરવાના દાવા કરાયા છે. તેમ તેમ દારૂ લાવવા, છૂપાવવા અને વેચવાની નવી તરકીબો બુટલેગરો અજમાવી રહ્યા છે.

Vadodara

શહેરના ફતેગંજમાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવી મોડસ ઓપરેન્ડીસ અજમાવી છે પરંતુ પોલીસની નજરમાં બચી શક્યા ન  હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક બુટલેગરો દ્વારા DJના સ્પીકરમાં દારૂ છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી અને ચોક્કસ સુત્રોએ આપેલી બાતમીને આધારે ફતેગંજ વિસ્તારમાં DJ સંચાલક પ્રદિપ ઉર્ફે પિન્ટુના ઘરે પહોંચી હતી. અહી DJના સ્પીકરમાં તપાસ કરવામાં આવતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરના નવા કિમિયાને જોઇ પોલીસ પણ ચોકી ગઇ હતી.

સ્પીકર ખોલાવતાં પોલીસને અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ્સ મળી આવી હતી. એક પછી એક ડીજેના સ્પીકર ખુલતા ગયા તેમ તેમ પોલીસને દારૂની બોટલો મળતી ગઇ. પોલીસે મામલાને ગંભીરતાથી લઇ અને ઘરની તપાસ શરૂ કરી હતી. જેમાં પીન્ટુ ગવલીના ઘરમાં એક ભોંયરૂ પણ મળી આવ્યું હતું. પોલીસે ભોંયરાની તપાસ કરતાં તેમાં છુપાવવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બુટલેગર પીન્ટુને ત્યાથી કુલ રૂ.6.36 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં પિન્ટુને દારૂના ધંધામાં પવન, રવિ અને મહિડા નામના શખ્સો મદદરૂપ બનતા હોવાનું ખુલ્યુ છે. તેમની સામે ગુનો  નોધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *