Vadodara News :વડોદરામાં બૂટલેગર વિશાલ કહાર માથે દારુની બોટલ મૂકીને નાચ્યો, Breaking News 1

Spread the love

Vadodara News :વડોદરાના કુખ્યાત બૂટલેગર વિશાલ કહારને માથે દારુની બોટલ અને ગ્લાસ મૂકીને નાચવાનું ભારે પડ્યું

Vadodara News :વડોદરાના કુખ્યાત બૂટલેગર વિશાલ કહારને માથે દારુની બોટલ અને ગ્લાસ મૂકીને નાચવાનું ભારે પડ્યું. તેના દારુ ડાન્સનો વીડિયો વાયરલ થયાં બાદ પોલીસે તાબડતોબ તેની ધરપકડ કરી હતી. વિશાલ લગ્નમાં માથે દારુની બોટલ મૂકીને ડાન્સ કરત મળ્યો હતો. કિશનવાડી વિસ્તારમાં રવિવારે રાત્રે ફિલ્માવવામાં આવેલા આ વીડિયોમાં કહાર અને તેના મિત્રો લોકપ્રિય ગીત “જમાલ કુડુ” પર નાચતા જોવા મળે છે. કહાર દારુની એક બોટલ પકડે છે અને પછી તેને માથાં પર મૂકતો મૂકતો ડાન્સ કરે છે, કોઈએ તેના માથા પરથી બોટલ લઈ લીધી તો તેણે ગ્લાસ લઈને માથા પર મૂક્યો અને ડાન્સ ચાલુ રાખ્યો. 

Vadodara News :વડોદરા પોલીસે કરી ધરપકડ 

વડોદરા પોલીસે વાયરલ થયેલા વીડિયોની નોંધ લઇ તેની ઓળખ કરી તેને પકડી પાડ્યો હતો. વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.વસાવાએ કહારની ધરપકડની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, તે વડોદરામાં ગેરકાયદે દારૂના સપ્લાય માટે ધરપકડનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત ગુનેગાર છે. આ ઘટના પહેલીવાર નથી જ્યારે કહારે અધિકારીઓને પડકાર આપ્યો હોય. અહેવાલો અનુસાર, પોલીસને ટોણો મારતા તેના વીડિયો અગાઉ પણ ઓનલાઇન સામે આવી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે પોલીસ તેની સામે શું કાર્યવાહી કરે છે.

Vadodara

અમદાવાદના બંગલામાંથી ઝડપાયો લાખોનો દારુ 

અમદાવાદના બોપલના બે વૈભવી બંગલામાં 15 લાખથી વધારેનો દારુ અને બીયર ઝડપાયો છે. બૂટલેગરો રાજસ્થાનના ઉદયપુરથી ગાડીઓ ભરી ભરીને દારુ લાવતા હતા અને આ બંગલામાં સંતાડ્યો હતો અને માગ અનુસાર ડિલિવરી કરતાં હતા. પોલીસે આરોપીના ત્યાં દરોડા પાડ્યા ત્યારે બંને કોઠીઓમાં અલગ અલગ રૂમમાંથી દારૂનો સમગ્ર જથ્થો મળી આવ્યો હતો. ઓરડાઓ બીયરથી ભરેલા હતા.

આ ઉપરાંત રૂમમાં અનેક બેડમાં દારૂની બોટલો ભરેલી મળી આવી હતી. ઝડપાયેલા આ દારૂની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે. ઝડપાયેલા દારૂમાં બિયરની 4,317 બોટલ અને અન્ય તમામ જાણીતી બ્રાન્ડની વ્હિસ્કીનો સમાવેશ થાય છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *