Vadnagar News :વડનગરમાં આવેલ જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલની સ્ટેટ લાઈટો કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળે છે
Vadnagar News :માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માદરે વતનમાં જ અંધારું છવાયું…..! વડનગરમાં આવેલ જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલની સ્ટેટ લાઈટો કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળે છે. તો આ લાઈટો ચાલુ થશે કે કેમ એ પ્રશ્ન રહ્યો અને સિવિલ હોસ્પિટલની સાથે સાથે મેડિકલ કોલેજ પર સિવિલ હોસ્પિટલથી ૨૦૦ મીટરની દુરી પર આવેલી છે.
તો સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ તથા તેમના સાથે આવેલા તેમના સંબંધીઓ અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટો જે સિવિલ હોસ્પિટલની સામે શોપિંગમાં ફાસ્ટ ફૂટ અને હોટલો આવેલી છે તો દર્દીઓના સંબંધીઓ અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટો જેમાં છોકરા અને છોકરીઓ પણ હોય છે અને આ લાઈટો કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળે છે.
તો વડનગરના લાગતા વળગતા અધિકારીઓને આ લાઈટો બંધ છે તે નજરમાં આવતી નહીં હોય અથવા કોઈ અનિચ્છિય બનાવને તેના પછી થશે કે શું માનનીય વડાપ્રધાનના ગામમાં જો અંધારું હોય અને જો અધિકારીઓને ના દેખાતું હોય તો પછી બીજી તો વાત જ શું કરવાની રહે.