UP Crime News :બે માસૂમ બાળકોને ગળું કાપીને મોતને ઘાટ ઉતારનાર સાજીદને મંગળવારે થોડા જ કલાકોમાં યુપી પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો
UP Crime News :યુપીના બદાયુમાં ગઈ કાલે પડોશીના બે માસૂમ બાળકોને ગળું કાપીને મોતને ઘાટ ઉતારનાર સાજીદને મંગળવારે થોડા જ કલાકોમાં યુપી પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. હત્યામાં સામેલ તેનો ભાઈ જાવેદ હજુ ફરાર છે. આ ચકચારી ડબલ મર્ડરમાં તંત્ર-મંત્રની પણ વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે માસૂમની હત્યા બાદ આરોપી સાજિદે મૃતકનું લોહી પીધું હતું. બન્ને તાંત્રિકના પ્રભાવ હેઠળ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

આરોપીઓ સાજિદ અને જાવેદ મૃતકના પિતા પાસે પૈસા માગવા આવ્યાં હતા. બન્નેએ એવું કહ્યું કે તેની ગર્ભવતી છે એટલા પૈસાની જરુર છે. મૃતકના પિતાએ તેમને 5000 રુપિયા આપ્યાં હતા. તેમ છતાં પણ બન્નેએ અસ્ત્રાથી માસૂમોની હત્યા કરી નાખી હતી.
સાજિદની માતા નઝીનનું નિવેદન સામે આવ્યું છે. તેણે સાજિદના એન્કાઉન્ટર વિશે કહ્યું હતું કે તે આના લાયક છે. “મને ખબર નથી કે મારા પુત્રોએ આવી ભયાનક ઘટના શા માટે કરી. અમને ખબર નથી કે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું. તેઓ નાસ્તો કરીને 7 વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા. મને ખબર નથી કે શું થયું.
ઘરમાં પણ કોઈ ટેન્શન નહોતું. બધું બરાબર ચાલતું હતું. નાઝીને જણાવ્યું કે, બંને ભાઈઓ બાબા કોલોની વિસ્તારમાં લાંબા સમયથી દુકાન ચલાવતા હતા, જ્યાં પીડિતાનો પરિવાર રહેતો હતો. “મારા પુત્રોને કોઈની સાથે દુશ્મનાવટ નહોતી. જાવેદની માતાએ ખુલાસો કર્યો હતો કે તેની વહુ એટલે કે સાજિદની પત્ની પ્રેગ્નેન્ટ નથી. જેના નામે તે ઉછીના પૈસા માંગવા પહોંચ્યો હતો. સાજીદને બે બાળકો હતા, પરંતુ બંને મૃત્યુ પામ્યા હતા.