Underworld Don Ameer Balaj Tipu :પાકિસ્તાન (Pakistan)ના લાહોર (Lahore)માં અંડરવર્લ્ડ ડોન આમિર બાલાજ ટીપુ (Ameer Balaj Tipu )ની હત્યાના સમાચાર છે
Underworld Don Ameer Balaj Tipu :પાકિસ્તાન (Pakistan)ના લાહોર (Lahore)માં અંડરવર્લ્ડ ડોન આમિર બાલાજ ટીપુ (Ameer Balaj Tipu )ની હત્યાના સમાચાર છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન પ્રસંગ દરમિયાન હુમલાખોરે ગોળી મારીને આમિરની હત્યા કરી નાખી. હાલમાં, અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

કોણ હતો આમિર બાલાજ ટીપુ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાલાજ ટીપુની ગણતરી લાહોર અંડરવર્લ્ડના સૌથી ખતરનાક અને પ્રભાવશાળી લોકોમાં થતી હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ છે. આમિર બાલાજ ટીપુના પિતા આરીફ આમિર ઉર્ફે ટીપુ ટ્રકનવાલા પણ 2010માં અલ્લામા ઈકબાલ એરપોર્ટ પર થયેલા હુમલામાં માર્યા ગયા હતા. તો આમિરના દાદા પણ જૂની દુશ્મનીમાં માર્યા ગયા હતા. આમિર બાલાજ ટીપુ ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલો હતો. આમિર, તેના પિતા અને દાદા ત્રણેય અંડરવર્લ્ડ ડોન રહી ચૂક્યા છે.
સમર્થકોમાં શોક અને નારાજગી
જણાવવામાં આવે છે કે જ્યારથી બાલાજના મોતના સમાચાર આવ્યા છે ત્યારથી તેના સમર્થકોમાં શોક અને નારાજગી છે. અધિકારીઓએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સંપૂર્ણ તપાસ શરૂ કરી છે.