TOP News :વડોદરામાં ભાજપાં કોર્પોરેટ દ્વારા કોમર્શીયલ પ્રોપર્ટી બેંકમાં ગિરવે હોવા છતાં બારોબાર વેચી મારી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો
TOP News :વડોદરામાં ભાજપાં કોર્પોરેટ દ્વારા કોમર્શીયલ પ્રોપર્ટી બેંકમાં ગિરવે હોવા છતાં બારોબાર વેચી મારી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કોર્પોરેટર દ્વારા ટાઈટલ ક્લિયર કર્યા વગર 1 કરોડમાં પ્રોપર્ટી વેચી મારી હતી. આ સમગ્ર મામલે મિલકત ખરીદનારે રજૂઆત કરતા કોર્પોરેટર દ્વારા રિવોલ્વર બતાવી ધમકી આપતા મિલક્ત ખરીદનારે કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે વેપારી પ્રાણનાથ શેટ્ટીએ માંજલપુર પોલીસ મથકે છેંતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
શું હતો સમગ્ર મામલો
આ સમગ્ર મામલે એ.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ટરનાં પ્રાણનાથ એસ.શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ મામલે તા. 14.10.2019 નાં રોજ પોલીસ કમિશ્નર કચેરીમાં ફરિયાદ આપી હતી. જેમાં ભાજપનાં કોર્પોરેટર કલ્પેશ પટેલે મને કહ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં વૈષ્ણોદેવી સોસાયટીની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાન આવેલી બે દુકાનો તેમજ બીજો તેમજ ત્રીજો માળ વેચવાના છે. જે મિલકત અમે દોઢ કરોડમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. જે પૈકી એક કરોડ રૂપિયા કલ્પેશ પટેલને ચૂકવ્યા હતા.
હાઈકોર્ટે યોગ્ય તપાસ કરવાનો આદેશ કર્યો
પૈસા ચૂકવ્યા બાદ અમને ખબર પડી કે આ મિલ્કત બેંકમાં ગીરો મૂકેલી છે. ત્યારે આ મિલ્ક બેંકમાં ગીરો હોવા છતાં અમારી પાસેથી 1 કરોડ પડાવી લીધા હતા. તેમજ રિવોલ્વર બતાવીને ગર્ભિત ધમકીઓ આપી હતી. આ મામલે પોલીસ કમિશ્નર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરતા ગુજરાત હાઈકોર્ટે યોગ્ય તપાસ કરવાનો હુકમ કર્યો હતો.