Top News :મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી વિરુદ્ધ કોર્ટમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કર્યો હતો
Top News :ટીવી ઈન્ડસ્ટ્રીથી એક સૌથી મોટા સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલ વિવાદમાં રહી હતી કારણ કે મિસિસ સોઢીએ પ્રોડ્યુસર અસિત મોદી પર ઘણા બધા આરોપો લગાવ્યા હતા. સીરિયલમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી વિરુદ્ધ કોર્ટમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કર્યો હતો. હવે આ કેસ પર એક વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. અમુક રિપોર્ટ્સ મુજબ જેનિફર આ કેસ જીતી ગઈ છે.
Top News :સેક્સ્યુઅલ હેરેસમેન્ટના મામલામાં જેનિફરની જીત બાદ હવે શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીને બાકી રકમ અને 5 લાખ રૂપિયાનું વળતરનો આદેશ અપાયો છે. અત્રે તમને જણાવવાનું કે જેનિફર મિસ્ત્રીએ અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો અને ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારની મદદતી તે આ મામલે કાર્યવાહીમાં આગળ વધી હતી. જેનિફર મિસ્ત્રીએ નારાજગી પણ વ્યક્ત કરી કે તેના પક્ષમાં ચુકાદો આવવા છતાં આરોપીને સજા મળી નહીં.
કેસ અંગે જ્યારે મુંબઈ પોલીસ પાસેથી કોઈ જવાબ ન મળ્યો તો અભિનેત્રીએ મહારાષ્ટ્ર સરકાર પાસે મદદ માંગી હતી. સ્થાનિક ફરિયાદ સમિતિની રચના બાદ આ મામલે કાર્યવાહી તેજ થઈ અને ત્યારબાદ અસિત મોદી વર્ક પ્લેસ પર મહિલાઓના શારીરિક ઉત્પીડન એક્ટ 2013 હેઠળ ચાર મહિનામાં જ દોષિત ઠર્યા.
જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે નક્કર પુરાવા સાથે ચુકાદો મારા પક્ષમાં આવ્યો છે. અસિતકુમારને 5 લાખનો દંડ થયો છે. વળતરની બાકી રકમ અને જાણીજોઈને મને ચૂકવવાની થતી રકમ ન આપવા બદલ વધારાની રકમ ચૂકવવાનો તેમને આદેશ થયો છે. જે કુલ લગભગ 25થી 30 લાખ રૂપિયા છે. આ ચુકાદો 15 ફેબ્રુઆરી 2024ના રોજ આવ્યો પણ મને મીડિયા પર શેર ન કરવા જણાવવામાં આવ્યું હતું. 40 દિવસ થઈ ગયા છતાં મને મળવાપાત્ર રકમ મળી નથી. અસિત મોદીને જાતીય શોષણના દોષિત સાબિત કર્યા છતાં ત્રણેય આરોપીઓને કોઈ સજા થઈ નથી.