Top News :ગઇકાલે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી અને એ દરમિયાન ચાહકો એકબીજા સાથે લડી પડ્યા હતા
Top News :ગઇકાલે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી અને એ દરમિયાન ચાહકો એકબીજા સાથે લડી પડ્યા હતા, જેનો વીડિયો સામે આવ્યો છે. જી હા, મેચ દરમિયાન ચાહકો એકબીજા સાથે ઝગડ્યા હતા.
રિપોર્ટ અનુસાર ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-મુંબઈની મેચ દરમિયાન ગેલેરીમાં હાજર મુંબઈ અને ગુજરાતનાચાહકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. આ દરમિયાન લોકો લાતો અને મુક્કા મારતા નજર આવ્યા હતા તો કેટલાક લોકો ઝઘડાને ઉકેલવા દરમિયાનગીરી કરતા જોવા મળ્યા હતા.
ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં શુભમન ગીલની આગેવાનીમાં ગુજરાતની ટીમે 6 રનથી જીત મેળવી હતી.પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 6 વિકેટના નુકસાને 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 162 રન જ બનાવી શકી હતી.
મેચ દરમિયાન સ્ટેડિયમમાં ચાહકો વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાહકો એકબીજાને મારી રહ્યા છે. IPL મેચની વચ્ચે શા માટે આ લડાઈ થઈ? તેનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.