Top News :એક કૂતરુ સ્ટેડિયમમાં આવી પહોચ્યુ હતું, દર્શકો સ્ટેડિયમના મેદાનમાં આ કુતરાને જોઇને ચોકી ગયા હતા
Top News :ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન શરૂ થઈ ગઈ છે અને શરૂઆતની મેચોમાં જ કેટલાક શાનદાર પ્રદર્શન જોવા મળ્યા છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને મુંબઈની ટીમ વચ્ચે મેચ રમાઇ હતી. પરંતુ આ દરમિયાન એક કૂતરુ સ્ટેડિયમમાં આવી પહોચ્યુ હતું. દર્શકો સ્ટેડિયમના મેદાનમાં આ કુતરાને જોઇને ચોકી ગયા હતા. મેદાનમાં ઇનિંગની 15મી ઓવર ચાલી રહી હતી.
મુંબઇના નવા કપ્તાન હાર્દિક પંડ્યા બોલિંગ કરવા માટે આવ્યા હતા તેણે પહેલો બોલ નાખ્યો ત્યારે અચાનક રોકાઇ ગયા કેમ કે સ્ટેડિયમમાં શોરબકોર થઇ ગયો હતો. કેમ કે સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને એક રખડતુ કુતરુ મેદાનમાં આવી પહોચ્યુ હતું.
મેદાનમાં એક છેડેથી બીજા છેડે દોડ લગાવી પહોચતુ હતું. જ્યા જ્યા શ્વાન પહોચ્યુ ત્યા દર્શકો પણ તેને જોઇને હલ્લો કરી રહ્યા હતા. મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ કૂતરાને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ રોકી શક્યા ન હતા. આખરે ગ્રાઉન્ડ સ્ટાફે કૂતરાને પકડીને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો અને રમત ફરી શરૂ થઈ હતી. પરંતુ થોડી જ વારમાં આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા જેને લઇને અનેક કમેન્ટ પણ આવી રહી હતી.