Top News :પોલીસે સોનવાડી ગામેથી ગેરકાયદેસર અફીણના ડોડાઓ પકડી પાડી પોલીસે 1 ઈસમની અટકાયત કરી છે
Top News :અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફ ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે પોલીસે સોનવાડી ગામેથી ગેરકાયદેસર અફીણના ડોડાઓ પકડી પાડી પોલીસે 1 ઈસમની અટકાયત કરી છે. અમીરગઢ તાલુકાના સોનવાડી ગામની સીમમાં આવેલા ખેતરમા ઉગાવેલ તેમજ રહેણાંક મકાનમાંથી પોલીસે ગેરકાયદેસર અને બિન અધિકૃત માદક પદાર્થ અફીણના 4 કિલો ઉપરાંતના ડુડાઓ પોલીસે ઝડપી પાડયા હતા.

પોલીસે 45 હજાર 945 નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ અમીરગઢ તાલુકાના સોનવાડી ખરાડી વાસના લાલાભાઈ જગાભાઈ ખરાડીની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.