Top News :ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું
Top News :ગુજરાતના રાજકારણની સૌથી મોટી ખબર આવી છે. વડોદરાના ઉમેદવાર જાહેર થયા બાદ રંજનબેન ભટ્ટ સામે ભાજપમાં જ ભારે આંતરિક વિવાદ જોવા મળ્યો હતો. તો રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ થયું હતુ. ત્યારે હવે રંજનબેનની એક ટ્વિટથી વડોદરાનું રાજકારણ હચમચી ગયું છે. રંજનબેને ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. લોકસભાની ચૂંટણી માટે વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.

વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટ નહીં લડે ચૂંટણી. સોશિયલ મીડિયા પર પોસ્ટથી ચૂંટણી ન લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. અંગત કારણોસર ચૂંટણી ન લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. પોતાની સામે ઉઠેલા વિવાદ બાદ રંજન ભટ્ટે ખુદ ચૂંટણી લડવાથી પીછેહઠ કરી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.