Top News :અમીરગઢના અવાળા ગામે રેતી અને બેફામ ચાલતા ટ્રેક્ટરો મામલે ગામલોકો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક
Top News :રેતી અને બેફામ ચાલતા ટ્રેક્ટરો મામલે અમીરગઢ મામલતદાર, અમીરગઢ વિકાસ અધિકારી,બાલુનદરા રેન્જના વન વિભાગના આર.એફ.ઓ ફોરેસ્ટર, ખાન ખનીજ વિભાગના કર્મચારીઓ , રેવન્યુ તલાટી, સ્થાનિક પોલીસ, અનેક ઉચ્ચ અધિકારીઓ અવાળા ગામે આવી ગામલોકો સાથે બેઠક યોજી હતી.
અમીરગઢ તાલુકાના અરણીવાડા અને અવાળા ગામની સીમમાં આવેલ બનાસ નદીમાં ટ્રેક્ટરો દ્વારા ખનન માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર બેફામ લાઇન્સ વગર તેમજ દારૂ પીને ચલાવતા ટ્રેક્ટરો ચાલકોથી બે ગામોના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. ત્યારે તંત્રને રજુઆત કરવા છતાં કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા ન હતા ત્યારે બે ગામોના લોકો એકઠા થઇ બનાસ નદીમાં રેતી ચોરી કરતા ટ્રેક્ટરોને રોકાવી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Top News :ગામ લોકોએ જણાવ્યું હતું કે ટ્રેક્ટર ચાલકો બનાસ નદી રેતી ભરીને માર્ગ ઉપર બેફામ ચાલતા હોવાથી અવાર નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમજ બેફામ ટ્રેકટર ચાલકો ચાલતા હોવાના કારણે લોકોને અકસ્માત તેમજ જીવ ગુમાવવાનો ડર છતાવી રહ્યો છે. તેમજ સંકુલ જતાં બાળકોને પણ અકસ્માતનો ભોગ બનવાનો વારો આવી શકે છે તેમજ માર્ગ ઉપર રેતી ભરીને જતા ટ્રેક્ટરોની ટ્રોલીમાંથી રેતી માર્ગ ઉપર નીચે પડવાના કારણે બાઈક સ્લીપના બનાવો બની રહ્યા છે તેમજ માર્ગ ઉપર રેતી પડવાના કારણે પાકા રસ્તા કાચા રસ્તા જેવી હાલત છે.
ત્યારે તંત્ર દ્વારા રજુઆત કરવા છતાં કોઈ વાત કાને ન લેતા આખરે કંટાળી ગયેલા ગામલોકોએ મિડિયાના માધ્યમથી રજુઆત કરતા જણાવ્યું હતું કે જો ટુંક સમયમાં અમારી સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો ગામલોકોએ બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ત્યારે મિડિયાના માધ્યમથી રજુઆત કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ ગણતરીના કલાકોમાં દોડતા થયા હતા અને અવાળા ગામે આવી પહોંચ્યા હતા અને ગામલોકો સાથે બેઠક કરી સમસ્યાનું નિવારણ લાવવા બાંહેધરી આપી હતી.
ત્યારે ગામલોકોએ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે જો ટુંક સમયમાં સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ હાઈકોર્ટેમાં અપીલ દાખલ કરીશું અને આગામી લોકસભાની ચૂંટણીનો અમે સમગ્ર ગામલોકો બહિષ્કાર કરીશું તેવી ચિમકી ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે એતો આવનારો સમય જ બતાવશે…..
ઉલ્લેખનીય છે કે જે કામ તંત્ર ને કરવાનું હોય છે તે કામ ગામલોકો કરી રહ્યા છે આ બાબતે તંત્ર ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.