Top News :સ્ટેટ મોનિટરિંગ સેલે ડીસા પાસેથી દારૂ ભરેલી ગાડી સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 5 આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
Top News :ગાંધીના ગુજરાતમાં નશાના વેપલો ચાલી રહ્યો છે. અવાર નવાર રાજ્યમાંથી દારુ અને ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ બની રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી તો અવાર-નવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ બની રહી છે. આપણા ગુજરાતમાં દારુ, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો પર પ્રતિબંધ હોવા છતાં અવાર-નવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ બની રહી છે. દેશી દારુ તો ગુજરાતમાં ગલીએ ગલીએ મળી જાય છે એવુ કહેવામાં પણ કોઈ જ અતિશયોક્તિ નથી. ભુતકાળમાં બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Top News :છતા પણ બુટલેગરો અને દારુ પીતા લોકો સુધરતા નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ દારુ પકડાવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના બુટલેગરો પર તવાઈ વરસાવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ડીસા પાસેથી દારૂ ભરેલી ગાડી સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 5 આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. સામાન્ય દિવસોમાં પણ અહીં દારૂની હેરાફેરી થતી જ રહે છે.
ત્યારે હવે ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય અને બુટલેગરો પણ કાબુમાં રહે તે માટે પોલીસ સક્રિય બની ગઈ છે. તેવામાં ગઈકાલે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે દારૂ ભરીને એક ગાડી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી હોવાની માહિતી નહીં મળી હતી જેથી શેરપુરા પાસે ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલી એક ગાડીને થોભાવી તેની તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂની 1,599 બોટલ અને ગાડી સહિત કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જ્યારે કારચાલક વિકાસકુમાર ઉર્ફે બુધારામ જલારામ બિસ્નોઈની અટકાયત કરી છે. આ સિવાય રાકેશ ઉર્ફે શંકર રતનરામ બિસ્નોઈ, ગણપત ગોદરા બિસ્નોઇ, દારૂ મંગાવનાર અને ગુજરાતમાં દારૂ સપ્લાયની લાઈન ચલાવનાર આશિષ ઉર્ફે આસુ અગ્રવાલ સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.