Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Top News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે

Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની ઘટના બને છે. દારૂ ઝડપાવાના દરેક કેસમાં બુલટેગર અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. ક્યારેય મકાનમાં ભોંયરામાંથી દારૂ ઝડપાઈ છે, તો ક્યારેક ટ્રકની અંદર છૂપું ખાનું બનાવીને દારૂ ઘૂસાડવાનો પ્રયાસ થાય છે. આવી જ એક અલગ મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપી હરિયાણામાંથી દારૂ લઈને અમદાવાદમાં આવ્યા હતા.

Top News

રાજ્યમાં દારૂ આવતો હોવાની નરોડા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે શંકાસ્પદ કંન્ટેનરને અટકાવાની તપાસ કરી હતી. જેમાં ACની આડમાં દારૂ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે 21 લાખના દારૂ અને 79.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે 4 આરોપીની ધરપકડ કરી છે. હવે પોલીસે ઝડપાયેલા આરોપીનું અમદાવાદ કનેક્શન શોધવા પ્રયાસ શરૂ કર્યો છે.

આરોપી રાજેશકુમાર જાટ, વિષ્ણુકુમાર સેન, બંટીકુમાર જાટ અને ચોપાલ સેનની દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી લીધા છે. જેમાં ઝડપાયેલા 4 આરોપીમાં બે પાયલોટીંગ કરી રહ્યા હતા. જ્યારે 2 આરોપી કંન્ટેનરમાં હતા. આ ટોળકી અગાઉ પણ ઇલેક્ટ્રિક વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા. અગાઉ પણ PCBએ વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરીનું પર્દાફાશ કરીને 2 આરોપીની ધરપકડ કરી 55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે હવે બુટલેગરો દ્વારા ઇલેક્ટ્રિક વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરીની નવી મોડ્સ ઓપરેન્ડી શરૂ કરી છે.

LINK 1

LINK 2


Spread the love

Related Posts

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Dabhoi News :ડભોઈના ધારાસભ્યનું ડમી ફેસબુક એકાઉન્ટ…..! | Breaking News 1

Spread the love

Spread the loveDabhoi News :ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું કોઈ ચીટર જાણભેદુએ ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું Dabhoi News :ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું કોઈ ચીટર જાણભેદુએ ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *