Top News :જસદણ માર્કેટિંગ યાર્ડનો વેપારી ફસાયો હનીટ્રેપમાં….! | Breaking News 1

Spread the love

Top News :જસદણ માર્કેટિંગ યાર્ડના વેપારીને હનિટ્રેપમાં ફસાવી રૂ.૩ લાખ પડાવી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

Top News :જસદણ માર્કેટિંગ યાર્ડના વેપારીને હનિટ્રેપમાં ફસાવી રૂ.૩ લાખ પડાવી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બે મહિલા અને ૫ શખ્સો આ કારસ્તાનમાં સામેલ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ બનાવમાં રાજકોટ રૂરલ એલસીબીની ટીમે જયપાલ જગદીશ આલ, અતુલ વલ્લભ સદાદીયા, કિસ્મત કાળુ ધાંધળ, અશોક માતી આલ, મહીપત ભૂપતસિંહ ગોહિલ વગેરે આરોપીઓને સકંજામાં લઈ લીધા હતા.

Top News

Top News :આ કારસ્તાન ઘડવામાં અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યા બાદ વીડિયો કોલ કરી યુવતીએ વેપારી યુવકને જાળમાં ફસાવ્યો હતો. બાદમાં કારમાં રાજકોટ આવેલા યુવક-યુવતીને નવા રીંગ રોડ પર કોઠારીયા સાઈડ બીજી કારમાં આવેલ ૪ શખ્સોએ અટકાવી આ છોકરીને તું ત્રણ દિવસથી ફેરવે છે તેમ કહીં બેફામ માર મારેલો અને દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, જસદણમાં ચિતલીયા કુવા રોડ આધ્યશક્તિ નગરમાં રહેતા અને જસદણ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા કલ્પેશભાઈ જેન્તીભાઈ કાનાણી(ઉ.વ.૩૮) નામના યુવા વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૨૭-૨-૨૦૨૪ ના રોજ રાત્રીના ૮.૪૩ વાગ્યે તે મામાને ત્યાં પ્રસંગમાં હતો. ત્યારે તેના મોબાઈલમાં વોટ્સઅપ ઉપર હાઈ લખેલો મેસેજ આવેલો હતો. જેથી તણે પણ હાઈ લખી રિપ્લાય આપેલ હતો. બાદમાં યુવા વેપારીએ મેસેજમાં પૂછયું કે તમો કોણ? જેથી સામથી કહેલ કે હું કાજલ પાનસુરીયા એમ કહ્યું હતુ પહેલા તો આ ફેક આઈ.ડી. હોય તેવું લાગ્યું હતુ.

Top News :જેથી તેઓએ યુવતીને વિડીયો કોલ કર્યો હતો. વિડીયો કોલ કરનાર એક યુવતી હતી તેે વીડિયો કોલમાં જોયું. તે યુવતીએ તુરંત વીડિયો કોલ કટ કરી નાખેલ હતો. બીજા દીવસે સવારના આશરે ૧૧ વાગ્યાની આસપાસ વેપારીને બપોરે ૧-૩૦ વાગ્યાની આસપાસ મેસેજો આવેલ કે હું બોટાદથી નીકળું છું અને મને પણ રાજકોટ લેતા જાઓે હું જસદણના જુના બસ સ્ટેન્ડ પર પહોંચી છું. જેથી ત્યાં ઉભેલી આ મહીલા આશરે ૨૦થી૨૫ વર્ષની પાછળની સીટમાં તેની સાથે રહેલ બાળક સાથે બેસી ગયેલ હતી. જેથી વેપારીએ રાજકોટ તરફ કાર ચલાવેલ હતી.

ત્રંબા પાસે આવેલ ચોકડીથી નવા રીંગ રોડ પર કોઠારીયા સાઈડ મહીલાએ ગાડી ઉભી રાખવા કહેતા ગાડીને ઉભી રાખતા જ તુરંત જ એક બીજી કાર આવીને હતી. તે કારમાંથી ૪ અજાણ્યા શખ્સો ઉતરીને આવ્યા અને વેપારીને લાફા મારી કહેલ કે તને ભાન છે આ મહીલા ત્રણ દીવસથી ઘરેથી નીકળી ગયેલ છે અને તું તેને ફેરવે છે. તેમ કહીં બેફામ મારમારી અપશબ્દો કહ્યા હતા. આ પછી કારમાંથી યુવતીને ઉતારી એક વ્યક્તિ બીજી કારમાં લઈ ગયો.

વેપારીની કારમાં અજાત્યા ત્રણ વ્યક્તિ બેઠા હતા. એક વ્યક્તિએ વેપારીની કાર ચલાવી ત્રંબા સાઈડ લઈ જઈ મને કહ્યું કે, જો તારે જેલમાં ન જવું હોય તો તાત્કાલિક રૂ.૫ લાખ આપવા પડશે. નહીતર તે યુવતી પાસે તારા પર બળાત્કારની ફરીયાદ કરાવડાવી ફીટ કરી દેશુ. આખરે ત્રણ લાખે વાત પુરી થઈ હતી.

Top News :આ ઘટના અંગે વેપારી યુવાને મામલો પતાવવા રૂ.૩ લાખ આપવા માટે વેપારી માની ગયેલ હતો.એ પછી આંગડિયા મારફત પૈસા મગાવી આપી દીધા હતા. આ શખ્સોએ કહેલ કે કોઈને વાત કરીશ તો ખોટી બળાત્કારની ફરીયાદમાં ફિટ કરવી દેશું તેવી ધમકી આપી હોવાથી કોઈને વાત કરેલ નહોતી. ત્યારબાદ વિચાર આવેલ કે, આજે હું ભોગ બનેલ છું. જો હું કાંઈ નહીં કરું તો કાલે બીજી વ્યક્તિ આ લોકોનો ભોગ બનશે.

જેથી મોટાભાઈને વાત કરી હતી. તેમણે હિંમત આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે રાજકોટ એલસીબીના ઈન્સ.વી.વી.ઓડેદરા અને ટીમે તમામ આરોપીઓને જ સકંજામાં લઈ રોકડ રૂ.૨,૩૦,૦૦૦ અને મોબાઈલ નંગ-૭ કિંમત રૂ.૩૫,૦૦૦ તથા હોન્ડા અમેઝ કાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૫,૬૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *