Top News :પોલીસ સ્ટેશનની બેનચીસમાં જ સુતા સુતા એક ફરિયાદીને જવાબ આપતા જોવા મળ્યા પોલીસ
Top News :હજી હમણાં થોડા દિવસો પહેલા નડીયાદ શહેરમાં ત્રણ પીઆઇ દારૂની મહેફિલમાં સસ્પેન્ડ થયા હતા અને સાથે સાથે આજ રોજનડિયાદ શહેરમાં આવેલી સંતરામ મંદિર પાસે સંતરામ પોલીસ ચોકીના જમાદારો બપોરે પોલીસ ચોકીમાં જ આરામ અવસ્થામાં જોવા મળ્યા હતા. નડિયાદ શહેર એટલે સંતરામ મહારાજની પવિત્ર તીર્થ ભૂમિ અને નડિયાદ સંતરામ મંદિરની સામે તથા નડિયાદના સેન્ટરમાં જ આવેલી સંતરામ પોલીસ ચોકીમાં જમાદારો ભાન ભૂલ્યા હતા.
ચાલુ ડ્યુટીએ જ આરામ અવસ્થામાં જોવા મળ્યા
પોલીસ એટલે રક્ષક કહેવાય પરંતુ નડિયાદમાં સંતરામ ચોકીમાં રક્ષક જ એટલે પોલીસ જ ચાલ્યુ ડ્યુટી એ બેઠા બેઠા આરામ અવસ્થામાં જે પોલીસ સ્ટેશનની બેનચીસમાં જ સુતા સુતા એક ફરિયાદીને જવાબ આપતા જોવા મળ્યા. હવે જોવાનું એ રહ્યું કે ખેડા જિલ્લાના એસપી શું કાર્યવાહી હાથ ધરે છે.