Top News :અમદાવાદના નરોડા ના બે શખ્સોને સિંહ આગળ ઊભા રહી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાની ઘેલછા ભારે પડી હતી
Top News :અમદાવાદના નરોડા ના બે શખ્સોને સિંહ આગળ ઊભા રહી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાની ઘેલછા ભારે પડી હતી. અને ખાંભા નજીક હનુમાન પુર રોડ પર સિંહની પજવણી કરનાર બન્ને આરોપીઓ ખાંભા વનવિભાગે ઝડપી પાડી અને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે ડાલા મથા સિંહ સાથે વાયરલ થયેલ રીલ્સ મામલે વનતંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી.
Top News :ધારી ગીર પૂર્વના ખાંભાના હનુમાન પુર – દલડી રેવન્યુ વિસ્તારમાં એક માસ પહેલા રોડ પર એક ડાલા મથા સિંહ સાથે વિડીયો ઉતારી અને લાઈટો કરી સિંહ પજવણી કરી અને વિડીયો અને રિલ્સ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો ત્યારે સિંહ સાથે વિડીયો ઉતારી અને લાઇન શો અને પજવણી કરનાર શખ્સને પકડવા ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદિપસિંહ ઝાલાએ ખાસ ઝુંબેશ ઉપાડી હતી.
ફેશબુક તેમજ ઇસ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં વાયરલ લાઈન શોના વીડિયોમાં દેખાતા સખ્સ પકડવા અને ગોતી વન વિભાગને જણાવવા સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને લોકોને ખાસ અપીલ કરી હતી ત્યારે ધારી ગીર પૂર્વ વન વિભાગને કરેલ મહેનતમાં સફળતા મળી હતી. અને સોશિયલ મીડિયાના આધારે સિંહ સાથે લાઇન શો કરી વિડીયો ઉતારનારની ઓળખ થતા વન વિભાગ દ્વારા લાઇન શો કરનાર (1)રોહિત હીરાલાલ રાજપુત રે. નરોડા – અમદાવાદ અને (2) તેજસ રાજેન્દ્ર પરમાર રે. નરોડા – અમદાવાદ સહિત બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને સિંહ આગળ ઊભા રહી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી ઘેલછા બંને શખ્સોને ભારે પડી હતી.
ત્યારે આ બંને આરોપીએ ખાંભા તુલસીશ્યામ રેંજના હનુમાનપુર રોડ નજીક સિંહ હોય અને જેમને જોવા ગયા હતા અને ત્યાં સિહો સાથે વિડીયો ઉતારી લાઇન શો અને લાઈટો કરો સિંહ પજવણી કર્યોનું કબૂલાત કરી હતી ત્યારે ખાંભા તુલસીશ્યામ વન વિભાગ દ્વારા બંને આરોપીની સંઘન પૂછપરછ કરી અને વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુજબ ખાંભા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે નામદાર કોર્ટે દ્વારા બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.