Top News :અમદાવાદના સરખેજમાં આવેલા મકરબા પાસે ગેરકાયદેસર બાંધકામ દરમિયાન કોર્પોરેશન દ્વારા ડીમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું
Top News :અમદાવાદના સરખેજમાં આવેલા મકરબા પાસે ગેરકાયદેસર બાંધકામ દરમિયાન કોર્પોરેશન દ્વારા ડીમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. વારંવાર કોર્પોરેશન દ્વારા નોટિસો ફટકારવામાં આવતી હોય છે છતાં લોકો દ્વારા વગર પરમિશને બાંધકામ ઊભું કરી દેવામાં આવતું હોય છે ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આના ઉપર કામગીરી કરવામાં આવી રહી છે અને ડીમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
તેમજ હાલ અમદાવાદના મકરબા વિસ્તારમાં વગર પરમિશને બાંધકામ કરવામાં આવ્યું હતું તે દરમિયાન કોર્પોરેશનના
અધિકારી દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. સરખેજના મકરબા વિસ્તાર પછી પણ બાકરોલમાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારે અનેક જગ્યાએ સૂચના આપવા છતાં લોકો દ્વારા પરમીશન વગર બાંધકામ કરવામાં આવે છે અને હવે આની સામે સરકાર એક્શનમાં આવી છે અને ડિમોલેશન દ્વારા બાંધકામને દૂર કરવામાં આવી રહ્યું છે.