Top News :ડભોઇ યાત્રાધામ ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે ગેરકાયદે રેતી ખનન થતું હતું
Top News :ડભોઇ યાત્રાધામ ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે ગેરકાયદે રેતી ખનન થતું હતું ત્યારે રેતી ભરેલું ટ્રેક્ટર ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ચાંદોદ-કરનાળી બંને તીર્થોને દત્તક લેવાયા હતા જે બાદ બંને તીર્થોને જોડતો બ્રિજ ઓરસંગ નદી ઉપર નિર્માણ પામ્યો હતો.

આ બ્રિજનો નગરવાસીઓ સહિત શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને પર્યટકો લાભ લેતા થયા છે જોકે આ બ્રિજ નિર્માણ બાદ ગેરકાયદે રેતી ખનન કરતા રેતી માફિયાઓ ફાવતું મળી ગયું હોય બ્રિજ નીચે તેમજ આજુબાજુ \ના ઓરસંગના પટમાં રેતી ખનનનો ગેર કાયદે વેપલો થઈ રહ્યો છે બે રોકટોક રીતે નાના મોટા વાહનો દ્વારા રેતીનું વહન થઈ રહ્યું છે ત્યારે ગતરોજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ડી બી છારીયા વડોદરાએ ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે છાપો મારતા GJ O7 DB 9080 નંબરનું રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડી તેને ડિટેઇન કરી ચાંદોદ પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.