Top News :ચણાના પેકેટમાં જ જીવડાં ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, ઘટનાને પગલે હવે તપાસ શરુ કરવામાં આવી છે
Top News :આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષ્ટિક આહાર આપવા માટે ધાત્રી બહેનોને કઠોળના પેકેટ આપવામાં આવે છે. જેમાં મહિલાઓને ચણાના પેકેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ ચણાના પેકેટમાં જ જીવડાં ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઘટનાને પગલે હવે તપાસ શરુ કરવામાં આવી છે અને પેકેટ બદલવા માટે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.
અંતરિયાળ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા યોજનાઓ અને તેના લાભ પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવે છે. તો બીજી તરફ તંત્રના અધિકારીઓ આ મામલામાં બેદરકારી દાખવવામાં આવતી હોય એવા પણ અનેક બનાવો સામે આવે છે. આવી જ રીતે આંગણવાડી કેન્દ્ર દ્વારા ધાત્રી મહિલા લાભાર્થીઓને ચણાના પેકેટ આપવામાં આવે છે.
અરવલ્લીના મેઘરજમાં આવી જ રીતે આપવામાં આવતા પેકેટમાં જીવડાં ફરતા હોય એવો વીડિયો વાયરલ થયો છે. સ્થાનિક અગ્રણી દ્વારા આવા જ એક ચણાના પેકેટનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ગુણવત્તાયુક્ત આહાર માટે અપાતા ચણાના પેકેટમાં જ જીવાત હોવાનું જેમાં સામે આવ્યું છે. મુખ્ય પ્રધાન માતૃશક્તિ યોજના હેઠળના ચણાના પેકેટમાં જીવાત નજર આવતા આ મામલે સવાલો સર્જાયા છે.