TOP News : Ahmedabad અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ચકચારીત ઘટના સામે આવી છે
TOP News :અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ચકચારીત ઘટના સામે આવી છે. 8 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. બાળકીને મોબાઈલની લાલચ આપી દુકાન પર લઈ જઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.

TOP News :રખિયાલમાં 8 વર્ષની સગીરા સાથે દૂષ્કર્મ
સમગ્ર ઘટનાની જાણ બાળકીએ પોતાની માતાને કરતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે મૂળ બિહારના બલુઆ ગામના રહેવાસી તબરેજ આલમ મોહંમદ ઈશાક અંસારી નામના આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે નરાધમની ધરપકડ કરી
રખિયાલમાં પારસ સ્કૂલ પાસે બનાવ બન્યો હતો. જે અંતર્ગત પોક્સો અને કલમ 376 હેઠળ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલી વિગતો મુજબ આરોપી ભરત કામના કારખાનામાં કામ કરતો હતો તેમજ મૂળ બિહારનો રહેવાસી છે.