TOP News :શિકાગો એરપોર્ટ પર ઝડપાયો હર્ષ પટેલ, લોકોને કેનેડા બોર્ડર ક્રોસ કરાવતો, Breaking News 1

Spread the love

TOP News :મળતી માહિતી મુજબ અમેરિકાની પોલીસે શિકાગોનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષ પટેલ નામનાં એક ગુજરાતીની ધરપકડ કરી છે

TOP News :મળતી માહિતી મુજબ અમેરિકાની પોલીસે શિકાગોનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષ પટેલ નામનાં એક ગુજરાતીની ધરપકડ કરી છે. ત્યારે હર્ષ પટેલ દ્વારા ભારતીયોને કેનેડો બોર્ડર ક્રોસ કરાવતો હતો અને ગેરકાયદેસર રીતે તેમને અમેરિકા લાવવામાં સંડોવાયેલો છે. તેમજ 19 જાન્યુઆરી 2022 નાં રોજ કેનેડો બોર્ડર પર મૃત્યું પામેલા ડિંગુચાનાં જગદીશ પટેલનાં પરિવારને પણ અમેરિકા લાવવાનું કામ હર્ષ પટેલને જ સોંપવામાં આવ્યું હતું.

TOP News

TOP News :હર્ષ પટેલને લોકો ડર્ટી હેરીના નામે ઓળખે છે

છેલ્લા પાંચ મહિનાથી ભાગતા ફરતા હર્ષ પટેલને લોકો ડર્ટી હેરીના નામે પણ ઓળખે છે. ત્યારે હર્ષ પટેલની શિકાગોનાં ઓ’હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી તેનો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ તેની ડિટેન્શન હિંયરિંગ 28 ફેબ્રુઆરીનાં રોજ થવાની છે. 

સ્ટીવ શાન્ડ નામનાં વ્યક્તિને બોર્ડર ક્રોસ કરાવવાનું કામ સોંપ્યું 

હર્ષ પટેલ ફ્લોરિડામાં કેસિનો ચલાવે છે. તેણે સ્ટીવ શાન્ડ નામનાં એક વ્યક્તિને જગદીશ પટેલ સહિત ગ્રુપનાં લોકોને બોર્ડર ક્રોસ કરવા અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું. ત્યારે તા. 18 જાન્યુઆરી 2022 નાં રોજ હર્ષ પટેલનાં એક દિવસ પહેલા હર્ષ તેમજ શાન્ડ વચ્ચે મેસેજ મારફતે વાતચીત થઈ હતી. વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, બોર્ડર ક્રોસ કરનારા તમામ લોકોએ ઠંડીથી બચવા માટે પૂરતા ગરમ કપડા પહેર્યા છે કે નહી તેની તપાસ કરવી. તેમજ તેઓને કઈ જગ્યાએથી પીકઅપ કરવાનાં છે તેનું લોકેશન તેમજ બે મોબાઈલ નંબર પણ શેર કર્યા હતા.

ગેરકાયદેસર રીતે લોકોનો બોર્ડર ક્રોસ કરાવવા પાંચ ટ્રીપ મારી હતીઃ સ્ટીવ શાન્ડ

હર્ષ પટેલ માટે કામ કરત સ્ટીવ શાન્ડને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા સ્ટીવ શાન્ડે 9 માર્ચ 2022 ના રોજ હોમલેન્ડ સિક્યોરિટીનાં અધિકારીઓની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, તેણે ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી જાન્યુઆરી 2022 સુધી ગેરકાયદેસર રીતે ભારતથી આવેલા લોકોને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા સુધી પહોંચાડવા કુલ પાંચ ટ્રીપ મારી હતી. જેનાં હર્ષ પટેલે તેને 2500 ડોલર ચૂકવ્યા હતા.

હર્ષ પટેલનો ગુનાહિત ઈતિહાસ

હર્ષ પટેલનાં ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો હર્ષ પટેલ અમેરિકા સિવાય કેનેડાની જેલમાં પણ જઈ આવ્યો છે. 2018 માં હર્ષ પટેલની કેનેડિયન બોર્ડ સર્વિસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતું તેને છોડી મુકાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો.

ઈન્ડિયાથી હર્ષ પટેલે અમેરિકામાં વિઝા મેળવવા ચાર વખત પ્રયત્ન કર્યો

કોર્ટ ડોક્યુમેન્ટમાંથી મળતી માહિતી મુજબ હર્ષકુમાર પટેલ ઈન્ડિયાથી અમેરિકાનાં સ્ટૂડન્ટ વિઝા મેળવવા ચાર વખત પ્રયાસ કર્યો હતો. જ્યારે ચારેય વખત તેની એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. 2016 માં હર્ષ પટેલે કેનેડા ગયો હતો જ્યાંથી તેણે ઓટાવા સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા મેળવવા માટે એપ્લિકેશન કરી હતી.  જેમાં હર્ષ પટેલે કિંગ્સ્ટનની સેન્ટ લોરેન્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે તેવો ઉલ્લેખ કર્યો હતો. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *