Top News :ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં થયું છે. જો કે નિકાસ પર પ્રતિબંધ હોવાના કારણે ડુંગળીનો ભાવ નહોતો મળી રહ્યો
Top News :ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં થયું છે. જો કે નિકાસ પર પ્રતિબંધ હોવાના કારણે ડુંગળીનો ભાવ નહોતો મળી રહ્યો. જેના કારણે ખેડૂતો લાંબા સમયથી ડુંગળીના નિકાસને પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. જેના કારણે ખેડૂતોની માંગને આખરે સરકારે સ્વિકારી છે.

ખેડૂતોને નહી વચેટિયાઓના ફાયદા માટે નિર્ણય
જો કે ખેડૂતોનો આક્ષેપ છે કે આ નિર્ણય ખેડૂતો નહી પરંતુ વચેટીયાઓને ફાયદો થાય તે માટે લેવામાં આવ્યો છે. જ્યારે ડુંગળી ખેડૂતો પાસે હતી ત્યારે નિકાસને મંજૂરી આપી નહોતી. જેવી તમામ ડુંગળી વેચાઇ ગઇ છે ત્યારે સરકારે નિકાસને મંજૂરી આપી દીધી છે. જેથી હવે ડુંગળીના ભાવ આસમાનને આંબશે.
આખરે ભોગવવાનું ગ્રાહકોને જ આવશે. કારણ કે ડુંગળીનો નિકાસ થતા ભાવ ઉચકાશે. જેથી ખેડૂતોને પણ નુકસાન અને ગ્રાહકોને પણ નુકસાન થશે. ફાયદો માત્ર અને માત્ર વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો થશે. વધેલા ભાવનો ફાયદો 10 ટકા ખેડૂતોને જ થશે.
આગેવાનોને આ નિર્ણયને આવકાર્યો
ડુંગળીનું વાવેતર રોકડીયો પાક ગણાય છે. જો કે ડુંગળીના નિકાસને મંજૂરી આપતા તમામ આગેવાનો ખુબ જ સારો ગણાવી રહ્યા છે.સરકાર દ્વારા ત્રણ લાખ મેટ્રિક ટનના નિકાસને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી ડુંગળીનો ભાવ 300 રૂપિયા મણ ડુંગળી થઇ ગયો હતો. જે સામાન્ય રીતે 900 રૂપિયા મણ હોય છે. જો કે હવે નિકાસને મંજુરી મળતા કિંમતમાં વધારો થાય તેવી શક્યતા છે.