TikTok:વાલીઓ ચાઈનીઝ એપ વિરુદ્ધ પહોંચ્યા કોર્ટ

Spread the love

‘TikTok બાળકોને બનાવે છે માનસિક બીમાર..’, 5000 વાલીઓ ચાઈનીઝ એપ વિરુદ્ધ પહોંચ્યા કોર્ટ

TikTok એપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય હતી

TikTok app Ban News | ચાઇનીઝ એપ TikTok સામે અમેરિકામાં હજારો માતા-પિતા એકજૂટ થઇ ગયા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ એપની પ્રતિકૂળ અસરો અંગે 5,000થી વધુ માતા-પિતાએ TikTok સામે કેસ દાખલ કરી દીધો છે. TikTok એપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય હતી. ઉલ્લેખનીય છે કે આ એપ ભારતમાં પ્રતિબંધિત છે.

તંબાકુ કરતાં પણ વધુ ઘાતક…

આ મામલે ઘણાં માતા-પિતાએ TikTokને ડિજિટલ યુગના તંબાકુ કરતા પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો છે. આ એપને ટીનેજરોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર માટે જવાબદાર ગણાવાઈ રહી છે. હવે તેની સામે તપાસ શરૂ થઈ ચૂકી છે. TikTok સામે કાનૂની કાર્યવાહીની શરૂઆત Claimshero.io ના નેતૃત્વમાં થઇ હતી જે હવે આગળ વધતી જઇ રહી છે. હજારો માતા-પિતા ચીનની માલિકી હેઠળની દિગ્ગજ કંપની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

માતા-પિતાનું શું કહેવું છે

અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના હર્ટફોર્ડની વતની બ્રિટની એડવર્ડ્સ પણ TikTok સામે કેસ દાખલ કરનારા માતા-પિતામાં સામેલ છે. તે કહે છે કે મારી દીકરીને TikTokની લત લાગી ગઈ છે. મેં તેની TikTok પોસ્ટમાં એવું પણ જોયું કે જેનાથી લાગ્યું કે તે પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે છે. તેના પછી મને આ એપના નુકસાન વિશે આભાસ થયો.

TikTok એ માતા-પિતાના અધિકારો મર્યાદિત કર્યા હતા

માહિતી અનુસાર કેસમાં દાવો કરાયો હતો કે ટિક ટોકે જુલાઈ 2023માં એક વિવાદિત પગલું ભરતાં નવો નિયમ લાગુ કર્યો હતો જેમાં દાવો કર્યો કે કોઈ પણ માતા-પિતા તેમના બાળકના ટિકટોક પર એકાઉન્ટ બનાવાયાના એક વર્ષ બાદ પ્લેટફોર્મ સામે કોઈપણ પ્રકારનો દાવો નહીં કરી શકે.

link 1

link 2

Spread the love
  • Related Posts

    Shaheed Diwas 2024 :23 માર્ચે કેમ મનાવાય છે શહિદ દિવસ? અને શું છે તેનું મહત્વ, SPECIAL STORY 1

    Spread the love

    Spread the loveShaheed Diwas 2024 :ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં છે Shaheed Diwas 2024 :દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો…

    Spread the love

    Ahmedabad News :ફ્લેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 9 ગાડી દોડી ગઈ, 41 વાહન બળીને ખાખ | Breaking News 1

    Spread the love

    Spread the loveAhmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી Ahmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન…

    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *