આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોના પ્રશ્નો, યોજાશે ‘સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ’ કાર્યક્રમState level Swagat public grievance redressal program will be held on 25th January
મુખ્યમંત્રી દ્વારા જાન્યુઆરી મહિનાનો ‘સ્વાગત’ ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 25 નાં રોજ યોજાનાર છે. ત્યારે દર વખતે સ્વાગત કાર્યક્રમ બપોરે યોજાતો હતો. અગમ્ય કારણોસર સમય સવારે રાખવામાં આવ્યો છે. તે બાબતે અરજદારોએ ખાસ ધ્યાન લેવાનું સૂચન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
રાજ્ય કક્ષાનો જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.25 મી જાન્યુઆરીએ યોજાશે
અરજદારો પોતાની રજૂઆત સવારે ૭:૩૦ થી ૧૦:૦૦ દરમિયાન આપી શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-૨, મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
કેટલા વાગ્યે યોજાશે રાજ્યકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
આ રાજ્ય ‘સ્વાગત’માં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તા. ૨૫મી જાન્યુઆરીએ સવારે ૭:૩૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે. દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે ૩:૦૦ કલાકે યોજાતો હોય છે.
સ્વાગત કાર્યક્રમ નિર્ધારીત સમયથી વહેલો યોજાશે
આગામી ગુરૂવાર, તા.૨૫મી જાન્યુઆરીનો ‘સ્વાગત’ કાર્યક્રમ નિર્ધારીત સમયથી વહેલો એટલે કે બપોરે ૧૨:૩૦ કલાકે યોજાવાનો છે. તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.