Surendranagar News :સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બઈસાબગઢ ગામે નવજાત ત્યજી દિધેલ બાળક વાડી વિસ્તારમાં મળી આવ્યું હતું
Surendranagar News :સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બઈસાબગઢ ગામે નવજાત ત્યજી દિધેલ બાળક વાડી વિસ્તારમાં મળી આવ્યું હતું. બાળક મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યું હતું. તેવી જાણ થતાં ગામના સરપંચ સહિત ગ્રામજનો દોડી ગયા હતા.
આ બાળકને 108 દ્વારા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી આ ધટનાની જાણ થતાં ધાંગધ્રા તાલુકા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. આ ઉપરાંત પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી હાલ આ બાળકની સારવાર ધાંગધ્રા હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે. ધ્રાગધા તાલુકામાં નવજાત બાળકને ત્યજી દેવાનો કિસ્સો અગાવ પણ સામે આવ્યો છે કઠોર અને પાપ છુપાવતા આવા નગુણાઓને પોલીસે પકડી કાયદાનું ભાન કરવાવુ જોઈએ જેથી આવા નવજાત શિશુ ત્યજી દેવાના કિસ્સા પ્રકાસીત ન થાય.