Surat News :સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે
Surat News :સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. બાળકી સાથે દુષ્કર્મ કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલો બાળકિશોર છે. આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મોનો ગુનો દાખલ થયો છે અને પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
બાળકીને થપ્પડો મારી અને દુષ્કર્મ આચાર્યુ
પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. અવારનવાર ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટના સામે આવી છે, ત્યારે ફરી એક વખત સુરતમાં દુષ્કર્મની ઘટના સામે આવે છે. આ ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારની છે કે જ્યાં એક કિશોરે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કિશોર બાળકીને ડરાવી ધમકાવીને એક ઝૂંપડામાં લઈ ગયો હતો ત્યારબાદ બાળકીને થપ્પડો મારી હતી અને દુષ્કર્મ આચાર્યુ હતું. બાળકીને બ્લડિંગ શરૂ થઈ ગયા બાદ આ કિશોર ભાગી ગયો હતો.
ત્યારબાદ આ બાળકીને હોસ્પિટલમાં લઈ જતા બાળકો સાથે દુષ્કર્મમાં થયું હોવાનું જાણવા મળ્યું હતું અને સમગ્ર મામલે નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ જહાંગીરપુરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એવી પણ માહિતી મળી રહી છે કે, જ્યારે ઘટના બની ત્યારબાદ બાળકીને સારવાર માટે મોરાભાગળની મેટરનિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે બાળકી લોહી લુહાણ હાલતમાં હતી અને હોસ્પિટલના મહિલા તબીબી દ્વારા તાત્કાલીક બાબતે રાંદેર અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો પરંતુ આટલા સંવેદનશીલ કેસમાં પણ પોલીસે હદ વિસ્તારને મહત્વ આપ્યું અને રાંદેર પોલીસે તપાસ કરવાની ના કહી અને અંતે જહાંગીરપુરા પોલીસે તપાસ શરૂ કરી પરંતુ બ્લડિંગ થતું હતું.