Surat News :સુરતના ઉમરપાડાના ગવાટમાં કમકમાટી ભરી દૂર્ઘટના ઘટી છે. ગવાટ ગામમાં રમતા રમતા બે બાળકો કૂવામાં પડ્યા હતા.
Surat News :સુરતના ઉમરપાડાના ગવાટમાં કમકમાટી ભરી દૂર્ઘટના ઘટી છે. ગવાટ ગામમાં રમતા રમતા બે બાળકો કૂવામાં પડ્યા હતા. જે બંન્ને બાળકોના ડૂબવાના કારણે મોત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બંને બાળકોના ડૂબતા થયા મોત
મૃતક પાર્થ અને નેવિક ધોરણ 3માં અભ્યાસ કરતા હતા. ઘરેથી શાળાએ જવાનું કહીને બંને બાળકો નીકળ્યા હતા. બંન્ને બાળકો ખેતરમાં કૂવા પાસે રમતા હતા તે સમય કૂવામાં પડી ગયા હતા. બાળકો ઘરે ન આવતા તેમની શોધખોળ શરૂ કરતા બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા
શાળાએ જવાનું કહી ખેતરમાં પહોંચ્યા હતા બાળકો
જો કે, સમગ્ર ઘટનાને પગલે ઉમરપાડા પોલીસે વધુ તપાસ હાથધરી છે. પાર્થ અને નેવિકના મોતથી શોકનો માહોલ છવાયો છે. બાળકોના મોતના પગલે પરિજનોમાં ભારે ગમગીની છવાઈ જવા પામી છે. જો કે, આ કિસ્સો માત-પિતા માટે ચેતવતો કિસ્સો પણ કહી શકાય છે.