Surat News :છેલ્લા છ મહિનાથી અભિષેકે તાનિયાને વોટ્સએપ પર પણ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું
Surat News :સુરતમાં મોડલના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે.તાનિયાસિંહના આત્મહત્યાના કેસને છ દિવસ થઈ ગયા છે. પરંતુ હાલમાં એક મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ આપઘાતના દિવસે તાનિયા સિંહે હૈદરાબાદ સનરાઇઝર્સના ક્રિકેટર અભિષેક શર્મા સાથે કોઈ વાત થઈ ન હતી.આ સાથે જ જણાવ્યુ છે કે છેલ્લા એક વર્ષથી તે બંન્નેએ ફોન પર વાત કરતા ન હતા. જ્યારે છેલ્લા છ મહિનાથી અભિષેકે તાનિયાને વોટ્સએપ પર પણ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.

28 વર્ષની તાનિયા સિંહ આ કારણે ડિપ્રેશનમાં હતી. તેણે તેના એક મિત્રને પણ આ વાત જણાવી હતી. તેણીને કહ્યું કે અભિષેક તેની સાથે વાત કરતો નથી, તેથી તે ચિંતિત રહે છે. આપઘાતના દિવસે તાનિયાએ તેના ભાઈને વીડિયો ફોન કર્યો હતો. જ્યારે આત્મહત્યાના એક દિવસ પહેલા તાનિયાએ કેનેડામાં તેની એક મહિલા મિત્રને વીડિયો કોલ કર્યો હતો.તાનિયા સિંહે તેની મહિલા મિત્રને જણાવ્યુ હતુ કે અભિષેક તેની સાથે વાત નથી કરતો તેમજ તેના મેસેજનો રિપ્લાય નથી આપતો.
Surat News :અભિષેકે તાનિયા સાથે વાત કરવાનું કેમ બંધ કર્યું?
આત્મહત્યાના કેસની તપાસમાં ટીમ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કોલ ડિટેલ્સથી જાણવા મળ્યું કે અભિષેકે તાનિયા સાથે વાત કરી ન હતી. છેલ્લા 6 મહિનામાં ન તો તેણે તાનિયાના મેસેજનો જવાબ આપ્યો છે કે ન તો તેને અભિષેકનો કોઈ કોલ આવ્યો છે. જોકે, તાનિયાએ અભિષેકને વિનંતી કરી હતી કે ‘પ્લીઝ મને વોટ્સએપ પર બ્લોક ન કરો’. આથી જ અભિષેકે તેને ત્યાં બ્લોક ન કર્યો. હવે પોલીસને કેટલાક સવાલો છે કે જેની તપાસ ચાલી રહી છે. જેમ કે, અભિષેકે તાનિયા સાથે વાત કરવાનું કેમ બંધ કર્યું? શા માટે તાનિયાએ તેને વોટ્સએપ પર બ્લોક ન કરવાની વિનંતી કરી?
તાનિયાનો અભિષેક માટે એકતરફી પ્રેમ
પોલીસ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તાનિયાનો અભિષેક પ્રત્યેનો પ્રેમ એકતરફી હતો. બંને વચ્ચે અગાઉ ઘણી નિકટતા અને મિત્રતા હતી. પરંતુ એક વર્ષ પહેલા એવું થયું કે બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું કે અભિષેકે તાનિયાનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. તેણે મેસેજનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તે જ સમયે, જો તાનિયાના પરિવારના સભ્યોનું માનીએ તો તાનિયા ડિપ્રેશનમાં ન હતી.