Surat News :સુરતમાં લોનના દેવામાં દબાયેલા બે સગા રત્નકલાકાર ભાઇઓએ આપઘાત કરતા ચકચાર મચી છે
Surat News :સુરતમાં લોનના દેવામાં દબાયેલા બે સગા રત્નકલાકાર ભાઇઓએ આપઘાત કરતા ચકચાર મચી છે. બંને ભાઇઓ રત્નકલાકાર હતા. મકાનના હપ્તા ન ચૂકવી શકતા જીવન ટૂંકાવ્યું છે. બંને ભાઇઓને સારવાર માટે દવાખાને ખસેડાયા પરંતુ બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતા હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓ પહોચ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં રત્નકલાકારોની આર્થિક સ્થિતી કઇ હદે કથડી છે તેના વાર તહેવારે બનાવો સામે આવતા રહે છે. ત્યારે સુરતમાં ફરી 2 રત્નકલાકાર ભાઇઓની આત્મહત્યાએ સુરતમાં ચકચાર મચાવી છે. સુરતના અમરોલીમાં લોન ન ચૂકવી શકતાં પરીક્ષીત ચંદુભાઇ સુતરિયા અને હિરેન સુતરિયા બંને સગા ભાઇઓએ આત્મહત્યા કરી લીધી છે.
રત્નકલાકાર ભાઇઓએ અનાજમાં જંતુઓને દૂર રાખતી ગોળીઓ ગળી આત્મહત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક સગાભાઇઓએ મકાન માટે લોન લીધી હતી. જો કે છેલ્લા અનેક સમયથી લોનના હપ્તા ન ચૂકવી શકતાં બન્ને ભાઇઓએ આત્મહત્યા કરવી પડી છે. સમગ્ર મામલે પોલીસે આત્મહત્યાની કલમ અંતર્ગત કેસ નોંધી તપાસ હાથ ધરી છે.