Surat News :સિંગણપુર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીના આપઘાત મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે
Surat News :સિંગણપુર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીના આપઘાત મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે પોલીસ તપાસમાં કેટલીક ચોકાવનારી વિગતો અને વાતો સામે આવી છે જેમાં મૃતક પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીને સુરત શહેર પોલીસના જ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈએ સાથે પ્રેમ સંબંધ હતા અને તેને પગલે બંને વચ્ચે થોડું મન દુઃખ થયા બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીએ આપઘાત કરી લીધો હોવાનું વિગતો સામે આવી છે.

Surat News :સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીએ બે દિવસ પૂર્વે આપઘાત કરી લીધો હતો ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાની ઘટનામાં પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. તપાસમાં એવી વિગતો સામે આવી છે કે મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીને સુરત સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પ્રશાંત ભોયે નામના એક પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે છેલ્લા દસ દિવસથી બંને વચ્ચે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. તેનું કારણ પણ એ જ હતું કે પ્રશાંત ભોએને અકસ્માત થતા તે પોતાના વતન ડાંગમાં જતો રહ્યો હતો અને ત્યાં તેના ગામમાં મોબાઇલ નેટવર્ક આવતું ન હતું.
બીજી તરફ પોલીસ તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે પ્રશાંત ભોએ અને હર્ષિના વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. જેમાં પ્રશાંત ભોએ સતત હરશીનાને લગ્ન કરી લેવા માટે દબાણ કરતો હતો. બીજી તરફ હસીના ચૌધરી લગ્ન માટે તૈયાર ન હતી. અને થોડી રાહ જોવા જણાવતો હતી. જોકે આ મામલે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
એ દરમિયાનમાં પ્રશાંત ભોઈને અકસ્માત થયો. અને દસ દિવસ સુધી તે પોતાના વતન ડાંગના ગામમાં જતો રહ્યો હતો. જેને લઇને બંને વચ્ચે સંપર્ક કપાઈ ગયો હતો. આ મુદ્દે જ માઠું લાગી આવતા અરસીનાએ આત્મહત્યા કરી લીધી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે જોકે સમગ્ર ઘટનામાં સાચું શું છે એ હજુ પોલીસ તપાસ પૂરી થયા પછી જ ખબર પડશે.