Surat News :મોબાઈલની લતે લીધો સુરતની યુવતીનો જીવ | Breaking News 1

Spread the love

Surat News :સુરતમાં સોશિયલ મીડિયાની બંધાણી યુવતીએ આપઘાત કર્યો છે, સુરતના ગોપીપુરાની યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે

Surat News :મોબાઈલ એક સુવિધા છે, પરંતું હવે આ જ મોબાઈલ માણસો માટે વળગણ બની રહ્યું છે. મોબાઈલ એ માણસોને પોતાની જાળમાં ફસાવીને તેમને શિકાર બનાવી રહ્યું છે. મોબાઈલમાં મસ્ત રહેલા યુવાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના બંધાણીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. સુરતમાં સોશિયલ મીડિયાની બંધાણી યુવતીએ આપઘાત કર્યો છે. સુરતના ગોપીપુરાની યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. યુવતીના મગજ પર સોશિયલ મીડિયા એટલી હદે હાવી થઈ ગયુ હતું કે, તે આખો દિવસ ગૂગલ-ગૂગલ બબડાટ કરતી હતી. 

Surat News

Surat News :પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ગોપીપુરા વિસ્તારમાં એક યુવતી બે મહિનાથી ડિપ્રેશનનો શિકાર બની હતી. યુવતી તેના પરિવારજનોને કહેતી કે, તેને ગુગલ દેખાય છે, ગુગલ ખાવાનું ના પાડે છે. યુવતી સતત બબડ્યા કરતી હતી. પરિવારજનો મંદિર લઈ જતા ત્યારે પણ યુવતીને મોબાઈલ દેખાતો હતો. મોબાઈલને કારણે યુવતીની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. યુવતીની માનસિક સારવાર ચાલી રહી હતી. પરંતું આ વચ્ચે જ યુવતીએ આપઘાત કરી લીધો હતો. 

યુવતી એટલી હદે માનસિક અસ્થિર બની હતી કે, તે ગુગલમાં જોઈને ફેસની કસરત પણ કરતી હતી. યુવતી બે મહિનાથી સતત ડિપ્રેશનનો સિકાર બની હતી. તેના પરિવારજનોએ જણાવ્યું કે, ગુગલ જોઇને મોંની કસરત કરતી હતી. જેથી એનો ફેસ હલવા લાગ્યુ હતુ એટલે અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા અને તેની દવા ચાલુ કરાઇ હતી.

15 દિવસ દવા કરીને ડોક્ટરે કહ્યુ કે, તેને ફેસ બરાબર જ છે. જે બાદ બહેનને અમે માનસિક ડોક્ટર પાસે લઇ ગયા હતા. બે મહિના અમે માનસિક ડોક્ટરની દવા કરી. ડોક્ટરે કહ્યુ હતુ કે, બધુ બરાબર થઇ જશે. પણ એ મોબાઇલ બહું જોતી હતી. જોકે, અમે મહિનાથી અમે તેને મોબાઇલ આપવાનું પણ બંધ કરી દીધો હતો.

જો તમે પણ તમારા સંતાનોને મોબાઈલ આપતા હોવ તો તમે પણ ચેતી જજો. તમારા સંતાનોને પણ આ રીતે મોબાઈલની લત લાગી શકે છે. શક્ય હોય તો સંતાનોને મોબાઈલથી દૂર રાખો. તેઓનો બહારની એક્ટિવિટીમાં સમય પસાર થવા દો. જેથી તેઓ માનસિક રીતે બીમાર ન બને. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *