‘માત્ર 10 રૂપિયામાં જન્મનો દાખલો’, ઉતાવળિયા ન થતાં, સુરતમાં સીન્ટુનું કારસ્તાન ખૂલ્યું, પોલીસ પણ ચકિત. Surat Eco Sale busts fake date of birth scam
Surat Eco Sale busts fake date of birth scam
Surat News: સુરતમાં ઈકો સેલ દ્વારા નકલી જન્મતારીખના દાખલા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરીને બિહારથી આરોપીને ઝડપ્યો છે
સુરતમાં જન્મ તારીખના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ
ઇકો સેલે જન્મતારીખના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું
માત્ર 10 રૂપિયામાં બનાવાતો હતો જન્મનો નકલી દાખલો
સુરતમાં જન્મ તારીખના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઇકો સેલે જન્મતારીખના દાખલા બનાવવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાપ્ત વિગતો મુજબ માત્ર 10 રૂપિયામાં આરોપી જન્મનો નકલી દાખલો બનાવી આપતો હતો.

બિહારથી સીન્ટુ સુરેશ યાદવ નામનો યુવાન કૌભાંડ આચરતો હતો
આરોપી અલગ અલગ વેબસાઈટ પરથી દાખલો બનાવાતો હતો. અત્રે જણાવીએ કે, બિહારથી સમગ્ર કૌભાંડ ચાલતું હતું. દેશભરમાં હજારો જન્મના દાખલા બનાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, સમગ્ર મામલે હજુ તપાસ ચાલી રહી છે.
ચાર વેબસાઈટ બનાવી હતી
સુરત મહાનગર પાલિકાની સાથે સાથે કચ્છના પણ બનાવટી જન્મ-મરણના પ્રમાણપત્રો બનાવવામાં આવતા હતા. ઓનલાઇન વેબસાઈટના આધારે બિહારના સીન્ટુ સુરેશ યાદવ નામના યુવાન કૌભાંડ કરતો હતો. જેણે fastportal.online, fast portal.com.in તેમજ crsorgi.goov.co.in, sintuhost.in એમ ચાર વેબસાઈટ બનાવી હતી. સાથો સાથ કોડ પણ આપવામાં આવતો હતો. જો કે, માત્ર સુરત જ નહીં દેશના અનેક શહેરમાં આવા બોગસ જન્મ-મરણના પ્રમાણપત્ર અપાયાની આશંકા સેવાઈ રહી છે.
મુદ્દા માલ કબજે કરાયો
આરોપી પાસેથી એક લેપટોપ, 2 મોબાઈલ, 13 ક્રેડિટ-ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, એક પ્રિન્ટર, 5 જીપે ના સ્કેનર, એક કોરું જન્મ પ્રમાણપત્ર, બે પાસબુક જપ્ત કરવામાં આવી છે.