Surat Crime News :સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં મોડલ તાન્યા ભવાનીસિંહ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો
Surat Crime News :સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં 28 વર્ષીય મોડેલ તરીકે કામ કરતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. મોડલએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે મોડલનું નામ તાન્યા હતું તેમજ તેનું મૂળ વતન રાજસ્થાન હોવાની પણ વિગતો છે.
આપઘાત પાછળનું કારણ અકબંધ
સમગ્ર ઘટનાની જાણ પોલીસ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવતીના આપઘાતને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. તો સાથ સાથ સ્થાનિક ચર્ચાઓ મુજબ પ્રેમ પ્રકરણમાં તાન્યાએ આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક ચર્ચાઓ થઈ રહી છે. ચોક્સ કારણ હજું સુધી સામે આવ્યું નથી. અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પરિવાર શોકમાં ગરકાવ થયો
વહાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હાલ તેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રેમ પ્રકરણમાં આપઘાતની પગલું ભરી લીધું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તાન્યા પિતા મિલમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાન્યાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાન્યા રાત્રે મોડી ઘરે આવી હતી
પરિવારની એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માટે સતત કામ કરી રહી હતી. પરિજનોના જણાવ્યા મુજબ તે ગત રાત્રે મોડી ઘેર આવી હતી અને તેને સવારમાં જોતો સમગ્ર પરિવાર ચોંકી ઉઠ્યો હતો.