Surat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે
Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. જી હા, ફક્ત 400 રૂપિયાની લેતીદેતીના માટે થઈને એક મિત્રએ મિત્રની હત્યા કરી નાખી છે. હાલ પોલીસે હત્યારાને ઝડપી પાડીને જેલના સળીયાની પાછળ ધકેલી દીધો છે.

મળતી માહિતી અનુસાર, સુરતના નાનપુરા ખાતે રહેતા મૂળ ઓરિસ્સાના વતની રામકિશોર પ્રધાને પોતાના મિત્ર ભૂરીયાને 400 રૂપિયા હાથ-ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત કરી દેવાનો વાયદો ભૂરીયાએ કર્યો હતો. પરંતુ મુદત પૂરી થઈ હોવા છતાં ભૂરીયાએ આ રૂપિયા પરત કર્યા નહોતા.
જે રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે માથાકૂટ અને તકરાર થઈ હતી. જેમાં રામ કિશોર પ્રધાને પોતાના જ મિત્રને ગદડાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાની આ ઘટના બાદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.