Surat Crime News :તાંત્રિકે યુવતી સાથે પ્રેમનું નાટક કરીને દુષ્કર્મ આચર્યું હતું
Surat Crime News :સુરતના કતારગામ વિસ્તારમાં એક તાંત્રિકની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. અત્રે જણાવીએ કે, આ તાંત્રિકે યુવતી સાથે પ્રેમનું નાટક કરીને દુષ્કર્મ આચર્યું હતું. કતારગામ પોલીસે ફરિયાદના આધારે તાંત્રિક કીર્તિ ભુવાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
સુરતના કતારગામમાં કીર્તિ તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ કીર્તીએ યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ દુષ્કર્મ આચર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કીર્તિ ભુવા નામના તાંત્રિક સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે ત્યારે જે સમગ્ર મામલાના લઈ પોલીસે કીર્તિ માંડવીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે જણાવીએ કે, કીર્તિ માંડવીયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. જેમની ધૂણતા હોય તેવી તેમજ સિગારેટ સાથે અનેક રિલ્સ અને ફોટો પણ તેમના ઈન્સ્ટાગ્રામમાં જોવા મળી રહ્યાં છે. જેના હાથ પર ‘આદેશ’ નામથી ટેટૂ પણ બનાવેલો છે. તેમજ તેની મોટા ભાગની રિલ્સમાં આદેશ શબ્દનો ઉલ્લેખ કરાયેલો છે. ઉલ્લેખનીય છે સૂરજ ભૂવા જેવા જ ફરી એક તાંત્રિક વીધિ સાથે સંકળાયેલા ભૂવાનો કાંડ બહાર આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.