Surat News :સુરતમાં કપડાં લેવા અગાસી ઉપર ગયેલી ઉધનાની યુવતીએ રહસ્યમય સંજોગોમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી
Surat News :સુરતમાં કપડાં લેવા અગાસી ઉપર ગયેલી ઉધનાની યુવતીએ રહસ્યમય સંજોગોમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. યુવક મિત્રની વાતને લઈને માતાએ તેને ઠપકો આપતા બંને વચ્ચે ઝગડો થયો હતો તેથી તેણે આપઘાત કરી લીધો હોવાની સંભાવના છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશના વતની મોતીલાલ મલખાન ચૌહાણ હાલ ઉધના વિસ્તારમાં આવેલ વિજય નગરમાં પત્ની જયશ્રીબેન તેમજ 4 સંતાન સાથે રહે છે. તેઓ કોલ્ડ્રિકસ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેમના સંતાન પૈકી બીજા નંબરની 20 વર્ષીય દીકરી રશિકા મહારાષ્ટ્ર ખાતે આવેલ કોલેજમાં B.A એક્સ્ટર્નલ તરીકે અભ્યાસ કરતી હતી.
હાલમાં તે મેટ્રો મોલમાં નોકરી કરતી હતી. પરંતુ તે પંદેરક દિવસથી નોકરી પર જવાનું બંધ કરીને ઘરે જ રહેતી હતી. ગુરુવારે રશિકા અગાસી ઉપર સુકાવેલા કપડાં લેવા માટે ગઈ અને નીચે પટકાઈ હતી. જેથી તેનું મોત નિપજ્યું હતું. રશિકાની માતા જયશ્રીબેને તેને યુવક મિત્રની વાતને લઈને ઠપકો આપ્યો હતો. જેથી રશિકા અને તેની માતા વચ્ચે ઝગડો થયો હતો. ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.