Surat News :પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે 18-19 ફેબ્રુઆરીની રાતે આપઘાત કરતાં પહેલા તાનિયાએ 3 લોકો સાથે ફોન પર વાત કરી હતી
Surat News :સુરતની મોડલ તાનિયા આપઘાત કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે 18-19 ફેબ્રુઆરીની રાતે આપઘાત કરતાં પહેલા તાનિયાએ 3 લોકો સાથે ફોન પર વાત કરી હતી. આ ત્રણ લોકો એટલે લંડનમાં રહેતી સહેલી, કેનેડામાં રહેતા પોતાના ભાઈ સુરતના ઈવેન્ટ મેનેજર છે. આ 3 લોકો સાથે વાત કર્યાં બાદ તાનિયાએ આપઘાત કરી લીધો હતો.

Surat News :કેનેડામાં ભાઈ સાથે શું વાત કરી
તાનિયાએ આપઘાતની રાતે કેનેડામાં રહેતા પોતાના ભાઈ સાથે વાત કરી હતી જોકે આ સામાન્ય વાતચીત હતી. એક ભાઈ-બહેનની જે વાતો થાય તેવી તેમની વચ્ચે થઈ હતી.
લંડનમાં રહેતી સહેલીઓ સાથે શું વાતો થઈ
આપઘાતની રાતે તાનિયાએ લંડનમાં રહેતી સહેલી સાથે મોડે સુધી વાતો કરી હતી. સહેલીએ લંડનથી સુરત પોલીસને કહ્યું છે કે ધીરે ધીરે તાન્યા ભાવુક થઈ ગઈ હતી. તાન્યા રડી રહી હતી અને કહ્યું હતું કે હવે તે આ બધું સહન નહીં કરી શકે. હકીકતમાં તાનિયાને તેના ઘરના લગ્નનું દબાણ કરી રહ્યાં હતા પરંતુ તાનિયા આ માટે સંમત નહોતી કારણ કે તે ક્રિકેટર અભિષેક શર્માને ભૂલી નહોતી શકતી.
ક્રિકેટર અભિષેકને કેવી રીતે મળી તાનિયા
આ સહેલીએ તાનિયા અને ક્રિકેટર અભિષેક શર્માની મુલાકાતને લઈને પણ ખુલાસો કર્યો છે. સહેલીએ કહ્યું કે અભિષેક સુરત રણજી ટ્રોફીની મેચ રમવા આવ્યો હતો અને ત્યાં બંનેની મુલાકાત થઈ હતી. બંનેનો સંબંધ એક વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. તાનિયાએ બ્રેકઅપ માટે પોતાની જાતને જવાબદાર ઠેરવી છે અને કહ્યું હુતં કે જો તેણે ભૂલ ન કરી હોત તો આજે અભિષેક તેની જિંદગીમાં હોત. આ પછી તાનિયાએ અભિષેકનો સંપર્ક સાધવાની કોશિશ કરી તેને મેસેજ પણ મોકલ્યાં પરંતુ સામેથી કોઈ જવાબ આવ્યો નહોતો.
સુરતના છોકરા સાથે પણ કરી વાત
તાનિયાએ જે ત્રીજા વ્યક્તિ સાથે વાત કરી હતી તે સુરતનો ઈવેન્ટ મેનેજર મિતેશ છે જ્યારે મિતેશે ફોન કર્યો ત્યારે તાનિયા લંડનની સહેલી સાથે ફોન પર હતી અને તેણે તરત ફોન કાપીને મિતેશ સાથે વાતો કરી, મિતેશ સાથે વાતો બાદ તેણે ફરી સહેલીને ફોન કર્યો હતો. મિતેશ સાથે તાનિયાની શું વાતો થઈ તે પણ એક રહસ્ય છે.
કાનમાં ઈયરફોન લગાવીને તાનિયાએ આપઘાત કર્યો
20 ફેબ્રુઆરીની સવારે મળી તાનિયાની લાશ સુરતના તેના ઘેરથી મળી હતી. ઘરમાં હાજર તેના પિતાએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ મોડે સુધી દરવાજો ન ખોલતાં તેમણે દરવાજો તોડી નાખીને અંદર જોયું ત્યારે તેમની આંખો ફાટી રહી કારણ કે તાનિયા પંખે લટકતી હતી. તાનિયાએ કાનમાં ઈયરફોન લગાવીને જ આપઘાત કર્યો હતો. જ્યારે પોલીસે તેની લાશ નીચે ઉતારી ત્યારે તેના કાન પર ઈયરફોન જોવા મળ્યાં હતા. એટલે કે તે કાં તો મોબાઇલ ફોન પર કોઇની સાથે વાત કરતી હતી અથવા તો કોઈની વાત સાંભળતી હતી.