Surat News :હીરાબાઈએ 50 હજારની માગણી કરતા 68 વર્ષીય ગોરખે તેની હત્યા કરી નાખી હતી
Surat News :લિંબાયતના નીલગીરી કમ્પાઉન્ડમાં મળેલી મહિલાની લાશ હીરાબાઈ નામની મહિલાની હતી. વૃદ્ધપ્રેમીએ તેની હત્યા કરી હતી. પોલીસે હત્યારા પ્રેમી ની ધરપકડ કરી છે. હીરાબાઈ નાટેકર અને ગોરખ મહાલે વચ્ચે 20 વર્ષથી પ્રેમસંબંધ હતા. હીરાબાઈએ 50 હજારની માગણી કરતા 68 વર્ષીય ગોરખે તેની હત્યા કરી નાખી હતી.

સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પર ત્રણ દિવસ અગાઉ હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ ન થવા ઉપરાંત અજાણ્યાં હત્યારાને ઝડપી પાડવા માટે લિંબાયત પોલીસ સાથે જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ, સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ નાં આધારેગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે. હત્યાકાંડ પાછળ પ્રેમ પ્રકરણની ભૂમિકા સામે આવી છે.
લિંબાયત પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ગત તા. ૨૨/૦૨/૨૪ ની સવારે નીલગીરી કમ્પાઉન્ડમાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક મહિલાની ઓળખ નહી થતાં અવઢવમાં મુકાયેલી લિંબાયત પોલીસ સાથે તપાસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ જોડાઈ હતી. સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી હતી.