Surat News :બે યુવાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા, બનેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી
Surat News :અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાછળની જાળી ઝાંખરામાંથી બે દિવસ પહેલા બે યુવતીઓએ આપઘાત કરી લીધો હતો. જ્યારે આજે તે જ જગ્યા પર બે યુવાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. બનેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તપાસ કરતા બે દિવસ પહેલા આપઘાત કરેલ યુવતીઓ અને આજે આપઘાત કરેલ બંને યુવાનો એકબીજાને પ્રેમ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમિકાએ આપઘાત કરી લેતા પ્રેમીઓએ પણ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.

Surat News :સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો. બે દિવસ પહેલા બે પ્રેમિકાઓના આપઘાત બાદ પ્રેમીઓએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના અલથાણ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાછળ ઝાળી ઝાંખરામાં બે યુવાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા છે તેવી જાણકારી પોલીસને મળી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાં જઈ જોતા બે યુવાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા. આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે મૃતકના નામ નરેન્દ્ર અને પુષ્કર નામ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આજ જગ્યા એ બે દિવસ પહેલા બે યુવતીઓ પણ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસે પ્રથમ તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જે મામલે પોલીસે તપાસ શરૂ કરતા બે દિવસ અગાઉ મરનાર બંને યુવતીઓ આ બને મૃતક યુવાનોની પ્રેમિકા જ હતી. તેમણે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી તેમણે પણ યુવતીઓના વિરહમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
મૃત્યું પામનાર બંને યુવતીઓ આ બે યુવક સાથે પ્રેમ કરતી હતી. જોકે યુવકના પરિવારે લગ્નની ના પાડતા બન્ને યુવતીઓએ આપઘાત કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી. જો કે પોતાની પ્રેમિકાએ આપઘાત કરી લીધો છે જેને લઈને આવેશમાં આવેલા આ બંને પ્રેમિકાના પ્રેમીઓ દ્વારા યુવતીઓ એ જે જગ્યા પર આપઘાત કર્યો હતો તે જગ્યાએ જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ ઘટનાને પગલે બને મૃતક યુવકોની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.