Stock market : US માર્કેટની ભારતીય બજાર પર નફાકારક અસર: Stock marketમાં તેજીનો માહોલ, સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ સાથે ખૂલ્યો, જાણો ક્યાં શેરોમાં રોકાણકારોને થયો ફાયદો

Share Market Latest News: બજારમાં સર્વાંગી અપટ્રેન્ડના લીલા સંકેતો જોવા મળી રહ્યા છે અને સેન્સેક્સ-નિફ્ટીની સાથે બેન્ક નિફ્ટી અને મિડકેપ સૂચકાંકો પણ ઐતિહાસિક રીતે ઊંચા સ્તરે ખુલ્યા
- આજે સવારે ભારતીય શેરબજાર ધડાકા સાથે ખુલ્યું
- બજારમાં સર્વાંગી અપટ્રેન્ડના લીલા સંકેતો જોવા મળી રહ્યા છે
- સેન્સેક્સ-નિફ્ટીની સાથે બેન્ક નિફ્ટી અને મિડકેપ સૂચકાંકો પણ ઊંચા સ્તરે ખુલ્યા
Stock market News : ભારતીય શેરબજારને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે સવારે ભારતીય શેરબજાર ધડાકા સાથે ખુલ્યું. US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર સ્થિર રાખવાના નિર્ણયને કારણે ગઈકાલે US માર્કેટમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. તેની અસર ભારતીય શેરબજારો પર પણ જોવા મળી રહી છે અને તે બમ્પર રેલીમાં ખુલ્યા છે. બજારમાં સર્વાંગી અપટ્રેન્ડના લીલા સંકેતો જોવા મળી રહ્યા છે અને સેન્સેક્સ-નિફ્ટીની સાથે બેન્ક નિફ્ટી અને મિડકેપ સૂચકાંકો પણ ઐતિહાસિક રીતે ઊંચા સ્તરે ખુલ્યા છે.

જાણો આજે કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
સ્થાનિક બજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 561.49 પોઈન્ટ અથવા 0.81 ટકાના વધારા સાથે 70,146 પર ખુલ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 184.05 પોઈન્ટ અથવા 0.88 ટકાના પ્રભાવશાળી વધારા સાથે 21,110.40 પર ખુલ્યો હતો. બજાર ખૂલ્યા બાદ બેન્ક નિફ્ટી 47,718ના સ્તરે પહોંચી ગયો હતો, જે 626.30 પોઈન્ટ અથવા 1.33 ટકાની નવી ઊંચી સપાટીએ છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને તેમાંથી બંધન બેન્ક ટોપ ગેનર લિસ્ટમાં ટોપ પર છે.
નિફ્ટી શેરના શું છે અપડેટ ?
બજાર ખુલ્યા બાદ તરત જ નિફ્ટીના 50માંથી 50 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ટોપ ગેઇનર્સમાં HCL ટેક 2.74 ટકા અને ટેક મહિન્દ્રા 2.45 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્ફોસિસમાં 1.93 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને વિપ્રો 1.89 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

સેક્ટોરલ ઇન્ડેક્સ
IT સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે અને આજે 3 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. બજાર ખુલતાની સાથે જ IT ઈન્ડેક્સ 2 ટકા વધીને 33713 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજારના પ્રી-ઓપનિંગમાં બેન્ચમાર્ક સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 45,000ને પાર કરી ગયો છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 405 પોઈન્ટ અથવા 0.90 ટકાના અદભૂત ઉછાળાના સ્તરે પહોંચી ગયો હતો.