Steal the sand | મહિલા અધિકારી સહિતની ભુસ્તર ટીમ ઉપર રેતી માફિયાઓનો હુમલો
Steal the sand | સાદરામાં રેતી ચોરી અટકાવવા ગયેલા
Steal the sand | રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને માઈન્સ સુપરવાઇઝરને ઈજા : તંત્રએ પકડેલા બે ટ્રેકટર પણ રેતી માફિયાઓ છોડાવીને લઈ ગયા
ગાંધીનગર : Steal the sand ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદી રેતી માફિયાઓનું આશ્રય સ્થાન બની ગયું છે. ભૂસ્તર તંત્ર દ્વારા અહીં કાર્યવાહી કરવામાં આવે તો પણ અધિકારી કર્મચારીઓને ધમકાવવામાં આવે છે.એટલું જ નહીં આજે ભુસ્તર તંત્રની ટીમ દ્વારા ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા બે ટ્રેક્ટર સાદરા ખાતેથી પકડવામાં આવ્યા ત્યારે રેતી માફિયાઓએ ભુસ્તર તંત્રના અધિકારીઓ ઉપર હુમલો કર્યો હતો એટલું જ નહીં તંત્રએ પકડેલા બે ટ્રેક્ટર પણ આ હુમલાખોરો છોડાવીને લઈ ગયા હતા આ બનાવવા અંગે તંત્રના અધિકારી દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Steal the sand | સાદરા ખાતે સાબરમતી નદીમાંથી રેતી ચોરોને રેતી ઉલેચવાનો ખુલ્લો પરવાનો હોય તે રીતે છેલ્લા ઘણા વખતથી ગેરકાયદે રેતી ખનન અને વહન કરવામાં આવે છે આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે આજે રેતી ચોરી અટકાવવા ગયેલી ભૂસ્તર તંત્રની ટીમને રેતી માફિયાઓનો કડવો અનુભવ થયો છે.
Steal the sand | આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દિવ્યાંત શિરોયાએ ફરિયાદ નોંધાવી છે કે, સાદરા જક્ષણી માતાજીના મંદિરની પાછળના ભાગે કેટલાક તત્વો દ્વારા ટ્રેક્ટર મારફતે રેતી ચોરી કરીને વહન કરવામાં આવી રહી હોવા બાબતે મદદનીશ ભૂસ્તરશાી એ.બી. પ્રેમલાણીએ આ રેતી ચોરી અટકાવવા માટે સૂચના આપી હતી જેના પગલે આજે સવારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અવનીબેન સોલંકી, માયન્સ સુપરવાઇઝર રિઝવાન હુસેન બુખારી તથા બે સિક્યુરિટી ગાર્ડ સાથે તેઓ સાદરા ગયા હતા અહીં ટ્રેક્ટરમાં ગેરકાયદે રેતી ચોરી થતી હોવાનું સામે આવતા અધિકારીઓએ બે ટ્રેક્ટર મોટી સિહોલી ખાતે આવેલા ભૂસ્તર તંત્રના આઉટ પોસ્ટ ખાતે લઈ જવાની તૈયારી કરી હતી.
તે દરમિયાન સાદરા ગામના કિરણ સોગાજી વણઝારા તથા નિલેશ સોગાજી વણઝારા હાથમાં પાવડો લઈને પંદરેક લોકોના ટોળા સાથે ત્યાં આવ્યા હતા અને ટ્રેક્ટર ઊભા રખાવી તેને ખાલી કરાવવા લાગ્યા હતા જેના પગલે અધિકારીઓ દ્વારા વિડીયોગ્રાફી કરવાનો પ્રયત્ન કરતા આ ટોળાએ તેમની સાથે ઝપાઝપી કરી હતી ઝપાઝપીમાં ભૂસ્તર તંત્રના ત્રણેય અધિકારીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, આ ટોળું બંને ટ્રેક્ટરો ખાલી કરીને લઈ ગયા હતા ગેરકાયદેસર રીતે રેતી ખનન અને વહન કરવા ઉપરાંત ફરજ પરના અધિકારીઓ ઉપર હુમલો કરવા બદલ પુસ્તક તંત્રના અધિકારીએ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ત્યારે હુમલો કરનાર આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હુમલો કરનાર આઠ આરોપીઓ સામે ગુનો દાખલ
પુસ્તક તંત્રના મહિલા અધિકારી સહિતની ટીમ પર હુમલો કરનાર સાદરાના આઠ આરોપીઓ સામે ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અધિકારીઓની ટીમ પર હૂમલો કરનાર કિરણ સોગાજી વણઝારા, નિલેષ સોગાજી વણઝારા, રાજુજી મંગાજી વણઝારા, જયંતિ ઉર્ફે જોની વણઝારા, કનુભાઇ દલાભાઇ વણઝારા, રાહુલ સોગાજી વણઝારા, અરૃણ રમણજી વણઝારા અને જિતેન્દ્ર બાબુજી વણઝારા (તમામ રહે. સાદરા) સામે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.