Srishti murder case : જેતલસરની સગીરાના એકતરફી પ્રેમમાં પાગલ આરોપીએ બપોરે સગીરા એકલી ઘરે હતી ત્યારે ઘરમાં ઘૂસી સગીરાને એક સાથે છરીના 34 ઘા ઝિંકી બેરહેમીથી લોહીના ખાબોચિયાંમાં ઢાળી દીધી હતી
Srishti murder case : જેતલસરની સગીરાના એકતરફી પ્રેમમાં પાગલ આરોપીએ બપોરે સગીરા એકલી ઘરે હતી ત્યારે ઘરમાં ઘૂસી સગીરાને એક સાથે છરીના 34 ઘા ઝિંકી બેરહેમીથી લોહીના ખાબોચિયાંમાં ઢાળી દીધી હતી અને બહેનને બચાવવા વચ્ચે પડેલા ભાઇને પણ નરાધમે 8 ઘા મારી દીધા હતા અને એટલું જ નહીં, પોતે લોહીયાળ જંગ ખેલી નિરાંતે શેરી વચ્ચેથી ચાલતો થયો હતો.સમગ્ર ગુજરાતમાં આ ઘટનાએ ચકચાર મચાવી હતી.
1 વર્ષ, 11 મહિના અને 25 દિવસ એટલેકે 724 દિવસ પહેલા ગામના ઉપરકોટ વિસ્તારમાં, પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઇ રૈયાણીની પુત્રી સૃષ્ટિની કરપીણ હત્યા થઈ હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન જેતલસરના ડેડરવા રોડ પરના ગાયત્રીનગરમાં પટેલ રહેતો આરોપી જયેશ ગિરધર જેલમાં ધકેલાયો હતો.
ગંભીર રીતે ઘવાયેલી સૃષ્ટિ રૈયાણીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી જયેશ સરવૈયા નામના શખ્સની ધરપકડ કરી હતી.
Srishti murder case : આ કિશોરીની હત્યાના છેક ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા હતા અને તેની તપાસ માટે સીટની રચના કરાઇ હતી.દરમિયાન અગાઉ બે ત્રણ વાર ફરિયાદી અને આરોપીઓની દલીલો બાદ કોર્ટ નિર્ણય સંભળાવી દેશે તે વાતથી જેતપુરની કોર્ટ નજીક જેતલસર ગામના હજારો લોકોના ટોળાં વળી ગયા હતા.
Srishti murder case : શું હતી ચકચારી ઘટના
કિશોરીની સતત અવગણના છતાં જયેશ સમજતો નહોતો. 2021ના વર્ષમાં બપોરે જયેશ ખુન્નસ ભરેલી હાલતમાં છરી સાથે ઘસી ગયો હતો અને ઘરનો દરવાજો ઠેકી કિશોરભાઈના ઘરમાં પ્રવેશ્યો હતો. અને દીકરી સૃષ્ટિ કંઇ બોલે, વિચારે તે પહેલા જ જયેશ છરી વડે તૂટી પડ્યો હતો અને 30 થી 34 જેટલા ઘા ઝીંકી, પાડોશીઓને પણ ડરાવીને તેમજ વચ્ચે પડેલા સૃષ્ટિના ભાઈને પણ છરીના ઘા ઝિંકીને નાસી છૂટયો હતો. જેતપુર તાલુકા પોલીસ તે સમયે ગણતરીની કલાકોમાં જયેશને દબોચીને કાનૂની કાર્યવાહી વચ્ચે જેલમાં ધકેલી દીધો હતો.
Srishti murder case : એ.સી.પી. ની નિગરાનીમાં સીટની રચના કરવામાં આવી હતી. ઝડપી તપાસ કરી અદાલતમાં ચાર્જશીટ રજુ કરી મૃતકના પરિવારને ન્યાય મળશે તેમ જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષે કરેલી લેખીત મૌખિક દલીલ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટૈ અને સુપ્રિમ કોર્ટની ટાંકેલા ચુકાદા અને સ્પે. પી.પી.. જનકભાઇ પટેલે નરાધમની દેહાંત દંડની સજાની કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી. કોર્ટે રાક્ષસી કૃત્ય કરનારને જયેશ પરમારને દોષિત ઠેરવ્યો હતો. અને સજાનો ચુકાદો તા.10 ને શુક્રવારના રોજ રાખ્યો હતો.