Seaplane service stopped Ahmedabad :અમદાવાદીઓ સી-પ્લેનના સપના જોવાના છોડી દેજો, Breaking News 1

Spread the love

Seaplane service stopped Ahmedabad :અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોટા ઉપાડે શરૂ કરાયેલી સી-પ્લેન સેવાનું હજુ કોઇ ઠેકાણુ પડ્યું નથી.

Seaplane service stopped Ahmedabad :અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોટા ઉપાડે શરૂ કરાયેલી સી-પ્લેન સેવાનું હજુ કોઇ ઠેકાણુ પડ્યું નથી. લાખો કરોડોના ખર્ચે બાદ પણ સી-પ્લેન આજે બંધ અવસ્થામાં છે. વિધાનસભામાં ખુદ સરકારે આ વાતના અણસાર આપ્યા કે, સી-પ્લેન ફરી વખત શરૂ થાય તેવી શક્યતા નહિવત છે.

Seaplane

શરૂઆતના તબક્કામાં ધૂમ પ્રચાર કરીને વાહવાહી મેળવવામાં આવી હતી 

રિવરફ્રન્ટ પર અમદાવાદ-કેવડિયા વચ્ચે સી-પ્લેન શરૂ કરાયુ હતું. શરૂઆતના તબક્કામાં ધૂમ પ્રચાર કરીને વાહવાહી મેળવવામાં આવી હતી પણ જતાં દિવસે સી-પ્લેન ખોટકાયુ હતું. રિપેરના બહાને આ સેવા બંધ કરાઈ હતી. હજુ સુધી આ સી-પ્લેનના ઠેકાણાં નથી. વિધાનસભામાં આ મુદ્દો ઉઠતાં સરકારે ઉત્તર પાઠવ્યો છે કે, વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં એમ કુલ મળીને સી-પ્લેન માટે રૂ.22 કરોડની ફાળવણી કરી હતી જે પૈકી હજુ સુધી રૂ.4.49 કરોડ વપરાયેલાં રહ્યા છે. 

હજુ સી-પ્લેન શરૂ થાય તેવી શક્યતા ઓછી

વાત એ છે કે, 15 કરોડથી વધુ રકમનો ધુમાડો કર્યા પછી પણ સી-પ્લેન ચાલુ રહી શક્યુ નહી. આખરે આ સી-પ્લેન સેવા પાટિયા પડ્યા છે. સરકારે એ વાતને કબૂલી છે કે, તા.11-5-22ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું પણ એકેય કંપનીએ સી પ્લેન માટે રસ દાખવ્યો ન હતો. આ કારણોસર હજુ સી-પ્લેન શરૂ થાય તેવી શક્યતા ઓછી છે.

link 1

link 2



Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *