Sabarkantha News :કાવતરુ રચી પતિને સાથે લઇ ગયા બાદ હત્યા કરી અને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો
Sabarkantha News :સાબરકાંઠામાં આડાસંબંધમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરતા ચકચાર મચી છે. કાવતરુ રચી પતિને સાથે લઇ ગયા બાદ હત્યા કરી અને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં પત્નીએ હત્યા કબુલી લીધી છે.

Sabarkantha News :સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વલીયમપુર ગામે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી છે. પત્નીને પેટમાં દુખાવો થવાનો બહાનું કાઢી પતિ સાથે દવાખાને લઈ ગયા હતા. બાદમાં પત્ની અને તેમના પ્રેમીએ પૂર્વ આયોજિત કાવતરું રચી પતિની હત્યા કરી નાખી છે.
હત્યા કર્યા બાદ તેમને અકસ્માત થયો હોવાનું પરિવારજનોને કહેતા પરિવારજનો દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાર બાદ મૃતકને પોલીસ ફરિયાદ તથા પોલીસને અકસ્માતમાં મોતનો થયાનું પ્રાથમિક અનુમાન હતુ તેમને ઊંડાણપૂર્વક પત્નીનું પૂછપરછ કરતા આખરે પત્ની ભાંગી પડી હતી અને સમગ્ર મામલે તેમને હત્યા કરી હોવાનું કબુલું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી પત્ની અને પ્રેમીને જેલ હવાલે કરી આગળની તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠામાં પતિ પત્ની અને વોનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. તલોદ તાલુકાના વલીયમપુરા ગામમાં પ્રેમી જગતસિંહ ઉર્ફે જગદીશસિંહ ડાભી સાથે મહિલાને આંખ મળી ગઇ હતી. જેથી બંને જણા અવાર નવાર એકબીજાના સંપર્કમાં રહેતા હતા. પ્રેમી સાથે રંગરેલીયા બનાવવામાં પત્ની આશાને પતિ નળતરરૂપ હતો. પતિ કાળુસિંહ ઉર્ફે કિરણસિંહ પરમારનો કાંટો કાઢવા માટે તેમણે મન બનાવી લીધુ હતું. જેથી પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરુ રહ્યુ હતું.
પત્ની આશા પતિ કાળુસિંહ ઉર્ફે કિરણસિંહ પરમારને ઘરેથી દવાખાને લઇ જવાના બહાને સાથે લઇને નીકળી હતી. પિયર જતા માર્ગમાં તેણે પ્રેમીને બોલાવી લીધો હતો અને બંને જણાએ પ્રાંતિજના લીમલા ગામની સીમમાં કાળુસિંહની હત્યા કરી હતી. જો કે આ વાતની કોઇને જાણ ન થાય તે માટે હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા પ્લાન કર્યો હતો પરંતુ પોલીસને સમગ્ર મામલે શંકા લાગી હતી. જેથી પત્ની આશાની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી.
આખરે પતિની હત્યા તેણે પ્રેમી સાથે મળીને કર્યાની કબુલાત કરી હતી. જેને પગલે પ્રાંતિજ પોલીસે પ્રેમી જગતસિંહ અને આશાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. નોધનીય છે કે પ્રેમમાં અંધ બનેલી પત્નીને પતિ કાંટાની જેમ ખુંચતો હતો જેને લઇને વચ્ચેથી કાંટો કાઢી નાખવા માટે હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને પ્રેમીને પણ અંદર સામેલ કર્યો હતો. પતિને સાથે લઇ થઇને વચ્ચે જ હત્યા કરી દેવામાં આવી હતી. પરંતુ પોલીસે તટસ્થ તપાસ કરતા પતિની હત્યા પરથી પરદો ઉચકાઇ ગયો છે.